Dawood Ibrahim News: ભારતના મોસ્ટ વોન્ટેડ દુશ્મન દાઉદ ઈબ્રાહિમને લઈને એક મોટા સમાચાર મળ્યા છે.
દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામા આવ્યું હોવાના સમાચાર મળ્યા છે.
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહીમ ભારતમાંથી ભાગેડુ જાહેર કર્યો છે. દાઉદ ઈબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હતો. વિસ્ફોટોને અંજામ આપ્યા બાદ તે ભારત છોડીને દુબઈ ભાગી ગયો હતો.
આ પછી તેણે પાકિસ્તાનમાં પોતાનો અડ્ડો બનાવ્યો. તે તેના પરિવાર સાથે ત્યાં રહે છે. તેની સામે ભારતમાં આતંકવાદી હુમલો, હત્યા, અપહરણ, કોન્ટ્રાક્ટ કિલિંગ, સંગઠિત અપરાધ, ડ્રગ્સ, શસ્ત્રોની દાણચોરી જેવા ઘણા કેસ નોંધાયેલા છે.
પણ તમે લોકો દાઉદ ની આ માહિતી કદાચ નહીં જાણતા હોય
કે એક સમયે મુંબઈ પોલીસને હાંફવી નાખનાર ભારત ના મોસ્ટ વોન્ટેડ ડોન એ મુંબઈ પોલીસ કોન્ટેબલ ના આંગણે જ જન્મ્યો છે
દાઉદ ઈબ્રાહીમનો જન્મ 26 ડિસેમ્બર 1955ના દિવસે મહારાષ્ટ્રના રત્નગિરીમાં થયો હતો.
દાઉદ ઈબ્રાહીમના પિતા શેખ ઈબ્રાહીમ અલી કાસકર મુંબઈ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા તેમજ માતા અમીના ઘર ચલાવતા હતા.
દાઉદ ઈબ્રાહિમના પરિવારમાં 12 ભાઈ-બહેન હતા. પરિવાર મોટો હોવાથી દાઉદ ઈબ્રાહીમના પિતા તેમના બાળકોની બધી ઈચ્છાઓ પૂર્ણ નહોંતા કરી શકતા.
દાઉદ ઈબ્રાહિમના પિતા સાથે નો એક માત્ર ફોટો
દાઉદ ઈબ્રાહિમના પરિવારના ભાઈ-7 હતા જેમાં
- શબીર ઈબ્રાહીમ કાસકર
- ઈકબાલ ઈબ્રાહીમ કાસકર
- નૂરા ઈબ્રાહીમ
- અનીસ ઈબ્રાહીમ
- સાબીર અહેમદ
- મોહમ્મદ હુમાયુ
- મુસ્તકીમ અલી
જ્યારે બહેન- 5 હતી જે નીચે મુજબ છે
- સઈદા હસન મિયા વાઘલે
- ઝૈતુન હામિદ અંતુલે
- ફરઝાના સઈદ તુંગેકર
- મુમતાઝ રહીમ ફકી
- હસીના પારકર
બાળપણથી ગરીબી જોઈને જન્મેલા દાઉદ ઇબ્રાહીમને થોડો મોટો થયા પછી તેની ઈચ્છાઓ દબાવવી નહોંતી અને તેને ઝડપથી અમીર બનવું હતું.
દાઉદને પહેલેથી જ અભ્યાસમાં રસ નહોંતો જેથી તેને 9મા ધોરણ પછી જ અભ્યાસ છોડી દીધો.
દાઉદે શરૂઆતના ગાળામાં એક બિઝનેસમેન ની લૂંટ કરી તેના સામ્રાજ્ય નો પાયો નાખ્યો હતો.
ત્યારબાદ ગેંગ બનાવી અપહરણ, હત્યા, કોન્ટ્રાક્ટ કિલિંગ, ડ્રગ્સ, શસ્ત્રોની દાણચોરી જેવા અનેક ગુનાઓ ભારતમાં રહી ને કરતો. તે સાથે જ બોલીવુડ માં ફાયનાન્સ કરી તેના બિઝનેશ સામ્રાજ્યનો પાયો પણ નાખ્યો.
દાઉદ ઈબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હતો. અને વિસ્ફોટોને અંજામ આપ્યા બાદ તે ભારત છોડીને દુબઈ ભાગી ગયો હતો. આ પછી તેણે પાકિસ્તાનમાં પોતાનો અડ્ડો બનાવ્યો.
વર્ષ 2003માં તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
બાદમાં 2011માં, તેને FBI અને ફોર્બ્સની યાદીમાં વિશ્વના ત્રીજા મોસ્ટ વોન્ટેડ ભાગેડુ ગુનેગાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
આમ દાઉદ ઇબ્રાહિમે મુંબઈ પોલીસ ના કોન્ટેબલ ના ઘરે જન્મી વિશ્વનો ત્રીજો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ ગુનેગાર જાહેર થયો ત્યાં સુધીની સફર ખેડી.
Dawood Ibrahim: ભારતના એક પછી એક દુશ્મનોને કોણ થાળે પાડી રહ્યું છે ?
ભારતનો વધુ એક દુશ્મન ગણી રહ્યો છે છેલ્લા શ્વાસ!, ઝેર આપીને કરાયો મારી નાખવાનો પ્રયાસ