દ્વારકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી ફળિયામાં રમી રહી હતી તે સમયે 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે. એંજલ શાખરા નામની બાળકી રમતા રમતા બોરમાં પડવાની ઘટના સામે આવી છે. બાળકી ફળિયામાં રમતી હતી ત્યારે અચનાક તે બોરવેલ આગળ પહોંચી ગઈ હતી અને અકસ્માતે બોરમાં પડી ગઈ હતી.
બાળકીને બચાવવાનું રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયુ છે. 30 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી ફસાઈ છે. બાળકીના રેસ્ક્યૂ માટે ડિફેન્સની ટીમી પણ મદદ લેવામાં આવશે. અત્યારે જામનગર, રાજકોટ સહીત ફાયર ટીમો ધટના સ્થળે જવા માટે રવાના થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, અઢી વર્ષની બાળકી ઘરના ફરિયામાં રમી રહી હતી. તે સમયે ફરિયામાં રહેલા બોરમાં પડી જવાના કારણે ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. હાલ દ્વારકા ફાયર વિભાગની ટીમ તેમજ ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બાળકીને રેક્યું ઓપરેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
#WATCH | Gujarat: Indian Army personnel join the rescue operation that is underway to rescue a 2.5-year-old girl who fell into a borewell in Ran village of Kalyanpur tehsil of Dwarka district. pic.twitter.com/MGfBWllIby
— ANI (@ANI) January 1, 2024
પ્રાથમિક માહિતી અનુસાર 25થી 35 ફૂટ ઊંડે ફસાયેલ બાળકીને બચાવવા 108 અને દ્વારકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્કયુની કામગીરી હાથ ધરાઈ છે 108 એમ્બ્યુંલન્સ દ્વારા બોરવેલ અંદર ઓકસીજન મોકલાય રહ્યો છે. ઘટના સ્થળે દ્વારકા પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ દોડી ગયા હતા. બાળકીના બચાવ કાર્ય માટે ડીફેન્સ, NDRF અને SDRF પાસેથી મદદ માંગવામાં આવી છે.