ગાંધીનગર :રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર૦રર નો સોમવારે 1 ઓગસ્ટથી અમલ કરાશે.એક જ સમયે 1 હજાર લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમયાન ૧ હજાર લોકોની અવર-જવર રહેતી હોય તેવી સંસ્થાઓએ સી.સી. ટીવી કેમેરા લગાડવાના રહેશે. એટલું જ નહી, ૩૦ દિવસના ફૂટેજ સાચવવાના રહેશે જેમાં નાગરિકોને સુરક્ષા સલામતીમાં સામેલ કરવા જનભાગીદારીથી સી.સી.ટીવી કેમેરા સિસ્ટમ લગાડવા-પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજીયાત કરવાના હેતુથી અધિનિયમનો અમલ કરવા નિર્ણય કરાયો છે. પ્રથમ તબક્કે ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિકસીત ગુજરાતમાં વાણિજ્યીક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં નાગરિકોની સલામતી તથા સુરક્ષામાં વધારો કરવા સી.સી.ટીવી કેમેરા લગાડવામાં આવેલા છે. રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર૦રર નો સોમવાર તા.૧ લી ઓગસ્ટ-ર૦રર થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું