આ વખતે દેશ માં મોનસૂન સમય પહેલાં પહોંચી ગયું છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ એ દિલ્હી, હરિયાણા અને પશ્વિમી યૂપીના કેટલાક ભાગોમાં આગામી કલાકોમાં 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા સાથે ભારે વરસાદનું અનુમાન કર્યું છે. આ ક્ષેત્રોમાં દિલ્હી, હરિયાણાના ફારૂખનગર,હોડલ, માનેસર, ગુરૂગ્રામ, ઝજ્જર, પલવલ, ફરીદાબાદ, તિજારા અને પશ્વિમી યૂપીના કેટલાક જિલ્લા સામેલ છે.
જયારે બીજી તરફ હવામાન વિભાગે શુક્રવારે જાણકારી શેર કરી છે. જાણકારી અનુસાર કેરલમાં આ વખતે દક્ષિણ પશ્વિમ મોનસૂન 31 મે સુધી પહોંચી શકે છે. જ્યારે સામાન્ય રીતે મોનસૂન આ પ્રદેશમાં 1 જૂન સુધી આવે છે. IMD દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘આ વર્ષે દક્ષિણ-પશ્વિમ મોનસૂન કેરલમાં 31 મેના રોજ દસ્તક આપી શકે છે.એ પણ જણાવી દઇએ કે ભારતીય મોનસૂન ક્ષેત્રમાં વરસાદની શરૂઆત દક્ષિણ અંદમાન સાગરથી થાય છે. અહીં વરસાદ થયા બાદ ઉત્તર પશ્વિમ દિશામાં બંગાળની ખાડી તરફ મોનસૂની હવાઓ આગળ વધે છે.
આ વર્ષે હવામાન વિભાગે મોનસૂન સામાન્ય રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. IMD ના અનુસર ‘આ વર્ષે દક્ષિણ-પશ્વિમ મોનસૂનના કેરલ પહોંચવાની જે તારીખ જણાવવામાં આવી છે તે અનુમાનમાં ચાર દિવસ વધારે અથવા ઓછા થઇ શકે છે.