હરિયાણા (Haryana)ના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ (Anil Vij) કોરોના પોઝિટિવ (Corona Positive) જોવા મળ્યા છે.
પોતાનો તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યાની માહિતી તેમણે ટ્વિટર દ્વારા આપી. વિજ પોતાના રાજ્યમાં કોવિડ વેક્સીન Covaxinના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં સામેલ થનાર પહેલા વોલેન્ટિયર હતા.
આ વેક્સીન ભારત બાયોટેક એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને તૈયાર કરી છે.
વિજને 20 નવેમ્બરના રોજ Covaxinનો પહેલો ડોઝ મળ્યો હતો.
તેમણે પોતાના કોન્ટેકટમાં અલગ-અલગ પ્રકારના પ્રશ્ન ઉઠાવ્યા છે. એક નજર આ પ્રશ્નોના જવાબ પર.
Covaxin પર આટલા બધા પ્રશ્નો…જવાબ શું છે?
કોરોના વેકસીનને લઇ રાજનીતિનો મુદ્દો અલગ છે પરંતુ વેકસીન પર લોકોનો વિશ્વાસ બની રહેવો જરૂરી છે.
વિજ કોવિડ પોઝિટિવ નીકળવાનો મતલબ એ નથી કે Covaxin બેકાર છે કે તેમાં કોઇ ગડબડી છે.
જે પણ પ્રશ્ન ઉઠ્યા છે તેના જવાબ સમજવા માટે વેક્સીનના ટ્રાયલની પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે.
વેક્સીન કેવી રીતે કામ કરે છે અને તેને કેટલાંય પ્રકારના વ્યક્તિઓ પર અજમાવામાં આવે છે, તેને સમજી લેશે તો ઘણા પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે.
શું Covaxinનો ડોઝ લગાવવા છતાં કોરોના થઇ શકે છે?અત્યારે આ અંગે વિચારવું ખોટું છે. રસીના ત્રીજા તબક્કાનું પ્રોટોકોલ કહે છે કે 0.5mlના બે ડોઝ 28 દિવસના અંતર પર અપાયા હતા. વિજને 20 નવેમ્બરના રોજ પહેલો ડોઝ મળ્યો. બીજો ડોઝ મળ્યો જ નથી. રસીની અસર કરવા માટે તેની ડોઝ પેટર્ન પૂરી થવી જરૂરી છે. મતલબ એ છે કે રસીના એક ડોઝથી પૂરતું ઇમ્યુનિટી ડેવલપ થતું નથી. આ વાત અત્યાર સુધી બનેલી કોવિડ-19ની દરેક રસી પર લાગૂ રહી છે.
તો શું ઉતાવળમાં Covaxin બેઅસર રહી?
દુનિયાભરમાં આખું વર્ષ કોવિડ-19 માટે રસી બનાવી લેવામાં આવી છે.
ફાઇઝરની રસી તો બે દેશોમાં અપ્રૂવ પણ થઇ ચૂકી છે. વૈ
જ્ઞાનિકોએ કેટલાંય વર્ષોની મહેનત થોડાંક મહિનાઓમાં કરી છે. રસીના ટ્રાયલને ઝડપી કરાઇ છે, નહીં કે તેની ક્વોલિટી સાથે સમજૂતી કરાઇ છે.
Covaxinનું ડેવલપમેન્ટ વાયરસના જીનોમ સ્ટ્રકચર સામે આવતાની સાથે જ શરૂ થઇ ગયું હતું.
વેક્સીન પ્રી ક્લિનિકલ ટ્રાયલના તમામ સ્ટેજમાં સફળ રહ્યા હતા વ્યક્તિ પર ટ્રાયલ માટે અપ્રૂવલ કરાઇ હતી. ફેઝ 1 અને 2 ટ્રાયલ પણ સફળ રહ્યું.
ભારત બાયોટેકે આખા ઘટનાક્રમ પર શું કહ્યું?
Covaxin ક્લિનિકલ ટ્રાયલ્સ 2 ડોઝના શેડ્યુલ પર આધારિત છે જે 28 દિવસના અંતરાલ પર અપાય છે.
વેક્સીનની પ્રભાવોત્પાદકતા બીજા ડોઝ આપ્યાના 14 દિવસ બાદ આંકી શકાય છે.
Covaxin ને એ રીતે ડિઝાઇન કરાઇ છે કે તે બંને ડોઝ મળ્યા બાદ અસરદાર હોય છે. ફેઝ-3 ટ્રાયલ્સ ડબલ-બ્લાઇંડેડ અને રેંડમાઇઝડ છે (જ્યાં ટ્રાયલમાં સામેલ) 50% પાર્ટિસિપેંટસને વેક્સીન અને 50%ને પ્લેસીઓ અપાય છે.
Covaxinના ટ્રાયલમાં કોઇ ઉતાવળ કરાઇ નથી.
હજુ પણ 26000થી વધુ પાર્ટિસિપેંટસ પર તેનું ફેઝ 3 ટ્રાયલ ચાલુ છે. કોઇપણ રસીને એક મોટા જનસમૂહ પર ટ્રાયલ બાદ જ રેગ્યુલેટરી અપ્રૂવલ મળે છે.
ભારતમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI) તમામ મોટાપાયા પર ખરી ઉતાર્યા બાદ જ કોઇ રસીને મંજૂરી અપાશે.