કોરોના વાયરસ રોગચાળાને પગલે લગભગ છેલ્લા એક વરસ થી શિક્ષણ ઓનલાઇન માધ્યમો થકી થઈ રહ્યું છે.
વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સાથે પરીક્ષાઓ પણ ઓનલાઇન લેવાઈ રહી છે.
ઘણી સંસ્થાઓ દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને હજી પણ કેટલીક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવાની બાકી છે.
એવામાં સેમસંગ કંપનીએ વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર બહાર પાડી છે.
સેમસંગ કંપનીએ ‘બેક ટુ સ્કૂલ’ ઓફરની જાહેરાત કરી છે. જેના અંતર્ગત વિદ્યાર્થી અને શિક્ષકોને સેમસંગના કેટલાક પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
આ ઓફર હેઠળ સેમસંગના ગેલેક્સી ટેબ એસ 6 લાઈટ, ગેલેક્સી ટેબ એ 7, ગેલેક્સી ટેબ એસ 7 અને ગેલેક્સી ટેબ એસ 7 પ્લસ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
સેમસંગ ઇન્ડિયાના વ્યવસાયના ડિરેક્ટર મધુર ચતુર્વેદીએ જણાવ્યું કે, “આ ઓફરથી અમે વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને પોસાય તેવા દરે ઇ-લર્નિંગ સાધનો ઉપલબ્ધ કરવા ઇચ્છીએ છીએ.”
સેમસંગ ડોટ કોમ પર આ ઓફરના ભાગ રૂપે, શિક્ષકો અને વિદ્યાર્થીઓને બંનેને સેમસંગના ગેલેક્સી ટેબ એસ 6 લાઈટ, ગેલેક્સી ટેબ એ 7, ગેલેક્સી ટેબ એસ 7 અને ગેલેક્સી ટેબ એસ પ્લસ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ ઓફર નો લાભ ઉઠાવવા સેમસંગના સ્ટુડન્ટ એડવાન્ટેજ પર લોગ ઈન કરવું પડશે. જેના માટે વિદ્યાર્થી તેમજ શિક્ષકોએ સ્કૂલ કે કોલેજ આઈડીનો ઉપયોગ કરવો પડશે.
અથવા તેઓ સેમસંગના ઓફિશિયલ સ્ટુડન્ટ આઈડી વેલિડેશન પાર્ટનર અને સ્ટૂડન્ટ આઈડેંટિફાઈના માધ્યમથી આ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકે છે.