ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ પાર્ટીના નેતાઓ મતદાતાઓને રિઝવવા માટે નવા નવા પેતરાઓ કરી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન ફરી એકવાર સક્રિય થયું છે. પાસના નેતા અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો દ્વારા “સરદાર સંકલ્પ આંદોલન સમિતિ”ના નેજા હેઠળ “સરદાર સન્માન સંકલ્પ યાત્રા” ની જાહેરાત કરવામાં આવી છે. સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલાતા બે દિવસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
અદાવાદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ થોડા સમય પહેલા બદલી નાખવામાં આવતા ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. સરદાર સાહેબનું નામ નીકાળી પીએમ મોદીનું નામ રાખવામાં આવ્યું હતું. દેશના લોખંડી પુરુષ શિલ્પી વિશ્વવિખ્યાત ભારતરત્ન સરદાર સાહેબ માટે અપમાન જનક બાબત છે. સરકારને કે તંત્રને વડાપ્રધાન પ્રત્યે એટલો જ આદર અને પ્રેમ હોય તો ગુજરાતના અન્ય જિલ્લામાં આનાથી પણ વિશાળ સ્ટેડિયમનું નિર્માણ કરી તેનું નામ વડાપ્રધાનના નામથી નામકરણ કરે તેનો કોઈને વિરોધ ન હોય શકે. પરંતુ જે રાષ્ટ્રપુરુષનું આ દેશની એકતા અને અખંડિતતા માટે અમૂલ્ય યોગદાન આપ્યુ છે.
તેના નામથી ચાલી આવતા સ્ટેડિયમનું નવીનીકરણ કરતાં અચાનક નામકરણ કરી હયાત વડાપ્રધાનનું નામ તેની સાથે જોડી સરદાર સાહેબનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી.ત્યારે ફરીથી આ સ્ટેડિયમનું નામકરણ માત્રને માત્ર સરદાર સાહેબના નામ સાથે જ જોડાયેલ રહે તેવી લોકમાંગને લઈને આ વાત સરકાર સમક્ષ પહોચાડવાના હેતુસર આ યાત્રાનું આયોજન કરાયું હોવાનું પત્રમાં લખાયું છે.
આ રુટ પર યોજાશે યાત્રા
કામરેજ ચાર રસ્તા સવારે 10.30 કલાકે
વરાછા વિસ્તાર (સુરત)સવારે 11.00 કલાકે
માનગઢ ચોક (સુરત)સવારે 11.30 કલાકે
અંકલેશ્વર બપોરે 1.30 કલાકે
ભરૂચ બપોરે 2.30 કલાકે
કરજણબપોરે 3.00 કલાકે
વડોદરા બપોરે 4.00 કલાકે
આણંદ સાંજે 5.00 કલાકે
કરમસદ સાંજે 6.00 કલાકે
13 જૂનને સોમવાર
કરમસદ 11 કલાકે પ્રસ્થાન
વડતાલ રોડ સવારે 11.30 કલાકે
નડિયાદ બપોરે 12.00 કલાકે
ખેડા બપોર 12.30 કલાકે
નારોલ ચોકડી બપોરે 1.30 કલાકે
રિંગ રોડ બપોરે 2.30 કલાકે
મોટેરા સ્ટેડીયમ (ગેટ નં.1) બપોરે 3.00 કલાકે