સાચા લોકસેવક…
બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય
રમેશભાઇ યુ. ચૌધરી લોકોની વિકટ પરિસ્થિતિમાં હંમેશા પડખે ઊભા રહેતા અદના સેવક
બનાસકાંઠા જિલ્લા પંચાયતના યુવા સદસ્ય અને
દિયોદર તાલુકાના યુવા અગ્રણી રમેશભાઈ યુ ચૌધરી
વર્તમાન કોરોના મહામારી ના ભયાનક સમયમાં
પોતાના પંથકના લોકોની વિકટ પરિસ્થિતિમાં લોકોની પડખે ઊભા રહ્યા છે.
સતત 10 દિવસથી રમેશભાઇ ચૌધરી અને તેમના મિત્રો દ્વારા
દિયોદર પંથકમાં ઓક્સિજન ના બાટલા પૂરા પાડવાનું સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.
રમેશભાઇ ચૌધરી દ્વારા છેલ્લા દસ દિવસમાં
સવાસોથી દોઢસો જેટલા બાટલા ઓક્સિજનના બાટલા
વિવિધ જગ્યાએથી રિફિલિંગ કરી અને દવાખાનામાં તથા
જરૂરિયાતવાળા લોકોને પૂરા પાડવામાં આવ્યા છે.
આ માટે તેઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.
રીફીલીંગ માટે ચંડીસર તેમજ જય ભારત ટ્રેડિંગ પાલનપુર
જેમાં બાર બાર કલાકની લાઇનથી ઓક્સિજન રીફીલીંગ કરી આપવામાં આવે છે
જેમાં લાઈનમાં ઊભા રહી જાતે બાટલા ઉપાડી અને ટેમ્પો ભરવામાં આવે છે અને
દિયોદર પંથકમાં લાવી જરૂરિયાતવાળા લોકોને તથા હોસ્પિટલોમાં પુરા પાડવામાં આવી રહ્યા છે.
ખરેખર સમાજને અત્યારે ઓક્સિજન ની સાથે સાથે આવા સાચા અને અદના સેવકોની જરૂર છે.
વધુ વાંચો