સરકારી કોવિડ હેલ્થ સેન્ટરોમાં પ્રાયવેટ ફિઝીશીયન ર્ડાક્ટરો કોરોના દર્દીઓની સારવાર કરશેઃ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનો આદેશ:
કોરોના વાયરસ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીમાં બનાસકાંઠા જિલ્લાની વર્તમાન પરીસ્થિતિને ધ્યાને લઇ
બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં તાલુકા વાઇઝ સરકારી કોવિડ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
જેમાં દર્દીઓની પુરતી કાળજી લેવામાં આવે તે હેતુથી એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ અને
ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન નોટીફીકેશન તા.૧૩ માર્ચ-૨૦૨૦ અન્વયે
જિલ્લાના પ્રાયવેટ ફીજીશીયન તબીબોને સબંધિત કોવિડ હેલ્થ સેન્ટરમાં
દરરોજ સેવાઓ આપવા અને વધુ જરૂર જણાયે ટેલીફોનીકથી દર્દીને સબંધિત સેન્ટરમાં સેવાઓ આપવા
બનાસકાંઠા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આંનદ પટેલ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
કલેકટરશ્રીના આ આદેશથી જિલ્લાના ૬ કોવિડ હેલ્થ સેન્ટરોમાં
પાલનપુર, અંબાજી, ડીસા, ધાનેરા, જડીયા અને દિયોદર ખાતે
૧૭ જેટલાં ખાનગી ફિજીશીયન ર્ડાકટરો કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરશે.
જેનાથી દર્દીઓને સરકારી કોવિડ હેલ્થ સેન્ટરોમાં જ સારી સારવારની સુવિધા પ્રાપ્ત થશે.
જેમાં તા. ૪ મે-૨૦૨૧ થી ૬ મે-૨૦૨૧ અને તા. ૭ મે-૨૦૨૧ થી ૯ મે-૨૦૨૧ આમ
ત્રણ દિવસ એક ખાનગી તબીબે સરકારી ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં પોતાની સેવાઓ આપવાની રહેશે.
તા. ૪ મે-૨૦૨૧ થી ૬ મે-૨૦૨૧ સુધીમાં આ પ્રાયવેટ ફીજીશીયનો એક કલાકની સેવા નીચે મુજબના કોવિડ હેલ્થ સેન્ટરોમાં આપશે.
ડેડિકેટ કોવિડ હેલ્થ સેન્ટરમાં પ્રાયવેટ ફીજીશીયનોએ આપવાની થતી સેવાઓ | |||
અ.નં. | ડેડિકેટ કોવિડ હેલ્થ સેન્ટરનું નામ | સવારે-૯ થી ૧૦ | સાંજે-૫ થી ૬ |
૧ | સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ અંબાજી | ર્ડા. મયંક શાહ, પાલનપુર | ર્ડા. દિપક ચૌધરી, પાલનપુર |
૨ | સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ડીસા | ર્ડા. લાલજી પટેલ, ડીસા (સી.એમ.સેતુ) | ર્ડા. લાલજી પટેલ, ડીસા (સી.એમ.સેતુ) |
૩ | રામચંદ સ્વરાજ હોસ્પીટલ ધાનેરા | ર્ડા. યોગેશ શર્મા, આરોગ્ય નિધિ ધાનેરા | ર્ડા. હરેશ આચાર્ય, ધાનેરા |
૪ | દિયોદર રેફરલ હોસ્પીટલ | ર્ડા. સુભાષ શર્મા, દિયોદર | ર્ડા. માનસિંહ ચૌધરી, દિયોદર |
૫ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર જડીયા | ર્ડા. શીરીષ રાવલ, ધાનેરા | ર્ડા. અભિષેક પરમાર, ખંડેલવાલ હોસ્પીટલ ધાનેરા |
૬ | પીએમડીએ કોવિડ સેન્ટર પાલનપુર | ર્ડા. મુનીર મન્સુરી | ર્ડા. ઉમંગ વૈષ્ણવ, પાલનપુર |
તેમજ તા. ૭ મે-૨૦૨૧ થી ૯ મે-૨૦૨૧ સુધીમાં આ પ્રાયવેટ ફીજીશીયનો એક કલાકની સેવા નીચે મુજબના કોવિડ હેલ્થ સેન્ટરોમાં આપશે.
ડેડિકેટ કોવિડ હેલ્થ સેન્ટરમાં પ્રાયવેટ ફીજીશીયનોએ આપવાની થતી સેવાઓ | |||
અ.નં. | ડેડિકેટ કોવિડ હેલ્થ સેન્ટરનું નામ | સવારે-૯ થી ૧૦ | સાંજે-૫ થી ૬ |
૧ | સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ અંબાજી | ર્ડા. અજીત પટેલ, પાલનપુર | ર્ડા. નીતિન પટેલ, પાલનપુર |
૨ | સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ડીસા | ર્ડા. લાલજી પટેલ, ડીસા (સી.એમ.સેતુ) | ર્ડા. લાલજી પટેલ, ડીસા (સી.એમ.સેતુ) |
૩ | રામચંદ સ્વરાજ હોસ્પીટલ ધાનેરા | ર્ડા. યોગેશ શર્મા, આરોગ્ય નિધિ ધાનેરા | ર્ડા. હરેશ આચાર્ય ધાનેરા |
૪ | દિયોદર રેફરલ હોસ્પીટલ | ર્ડા. સુભાષ શર્મા, દિયોદર | ર્ડા. માનસિંહ ચૌધરી, દિયોદર |
૫ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર જડીયા | ર્ડા. સુરેશ પટેલ, ધાનેરા | ર્ડા. તારક મોદી, આસ્થા આઇસીયુ ધાનેરા |
૬ | પીએમડીએ કોવિડ સેન્ટર પાલનપુર | ર્ડા. આર.બી.ખાન | ર્ડા. ગૌરવ પ્રજાપતિ, લાઇફ કેર પાલનપુર |
વધુ વાંચો