કોરોનાવાયરસની મહામારીને કારણે ગુજરાત સરકારે સ્કૂલોમાં ધોરણ. 1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. એવામાં હવે નવા શૈક્ષણિક વર્ષમાં હાઈસ્કૂલોમાં વર્ગની તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. જેથી શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે.શાળા કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોના ધોરણ.9, 10, 11 અને 12ના હયાત વર્ગોની સંખ્યા મગાવાઈ છે. ત્યારે બીજી તરફ નવા વર્ગ વધારા માટે 1લી જૂનથી 31 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અંગે શિક્ષણ બોર્ડ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે.
અદાણી પરિવાર વતનની વ્હારે : થરાદ ખાતે અદાણી દ્વારા રૂ. ૧ કરોડનો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે
ધોરણ 10ના વિદ્યાર્થીઓની સામે ધોરણ 11માં ઓછી સીટો હોવાથી પ્રવેશની સમસ્યા સર્જાઈ છે. માસ પ્રમોશનમાં પાસ થનારા લાખો વિદ્યાર્થીઓને ધોરણ 11માં કેવી રીતે પ્રવેશ આપવો તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. કારણ કે રાજ્યની મોટાભાગની શાળાઓમાં ધોરણ 10ની સીટોની સામે ધોરણ 11માં 40 ટકા સીટો ઓછી છે ત્યારે શિક્ષણવિદોનું કહેવું છે કે ડિપ્લોમા અને આઈટીઆઈમાં વર્ગો વધારી કેટલાક વિદ્યાર્થીઓને સમાવી શકાય છે.આ ઉપરાંત જે શાળાઓમાં વર્ગો છે તેમાં વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 60થી વધારી 75 કરવામાં આવે તો પ્રવેશની સમસ્યા દૂર થઈ શકે છે. સામાન્ય રીતે દર વર્ષે ધોરણ 10માં 5 લાખ જેટલા નિયમિત વિદ્યાર્થીઓ પાસ થાય છે જેની સામે આ વર્ષે 8.40 લાખ વિદ્યાર્થીઓ પાસ થશે.એટલે દર વર્ષ કરતા 3 લાખ વિદ્યાર્થીઓ વધારે પાસ થશે. આ ત્રણ લાખ વિદ્યાર્થીઓને ક્યાં સમાવવા તે પ્રશ્ન છે. રાજ્યની શાળાઓમાં 5.5 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેટલી કેપેસિટી છે, જ્યારે અમદાવાદ શહેરની 310 શાળાઓમાં માત્ર ધોરણ 10 સુધીની જ મંજૂરી છે. અમદાવાદ શહેરની 310 શાળાના 20 હજાર વિદ્યાર્થીઓને કઇ શાળામાં ધોરણ 11માં પ્રવેશ આપવો તેની સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
રાજ્યમાં 3 હજાર શાળાઓ એવી છે કે જ્યાં માત્ર ધોરણ 10 સુધીની જ મંજુરી છે. આ 3 હજાર શાળાઓના 2 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11માં કેવી રીતે પ્રવેશ આપવો તે એક સવાલ છે, ત્યારે સંચાલક મંડળે દાવો કર્યો છે કે ધોરણ 11માં પ્રવેશ માટેની કોઈ મુશ્કેલી નહીં થાય.જે શાળાઓમાં ધોરણ 10 સુધીની માન્યતા છે તે શાળાઓને બે વર્ષ માટે ધોરણ 11 અને 12ની મંજૂરી આપી દેવામાં આવે. આ ઉપરાંત ગ્રાન્ટેડ શાળાઓને પ્રવાસી શિક્ષકની મંજૂરી આપી વર્ગ વધારો કરવામાં આવે તો પ્રવેશની કોઈ સમસ્યા નહીં સર્જાય.આ સમસ્યાનો ઉકેલ હજી મથામણ પછી આવશે ત્યારે ખરો પણ હકીકત એ છે કે માસ પ્રમોશનને કારણે ડિપ્લોમા, આઈટીઆઈ અને ધોરણ 11માં હાલ તો પ્રવેશની મુશ્કેલી ઉભી છે જ જો સરકાર દ્વારા ધોરણ 11માં પ્રવેશ માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો લાખો વિદ્યાર્થીઓના ભાવિ સામે જોખમ ઉભું થઈ શકે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268