ખેડૂતો ખેતરમાં જેનો ઉપયોગ કરે છે તેવા ખાતરના ભાવ મુદ્દે સી.આર. પાટિલે કહ્યું કે,
વિશ્વમાં ખાતરમાં ભાવ વધારો થયેલ પણ આ ભાવ વધારો ખેડૂતોના માથે ના નાખતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો હિતમાં નિર્ણય લીધો અને સબસીડી વધારી ખેડૂતો માથે માર ના પડે તેની કાળજી રાખી છે. તેમ આજે કારોબારી બેઠકની અંદર સી. આર. પાટીલે કહ્યું હતું. આજની આ કારોબારી બેઠકની અંદર તમામ ભાજપના ધારાસભ્યો, પદાધિકારીઓ, સાંસદ ઉપસ્થિત રહ્યા હતા.
રાસાયણિક ખાતર ને લઈને તેમને વધુ સ્પષ્ટતા કરી હતી કે ફર્ટિલાઇઝર ના ભાવ આજે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધી રહ્યા હોવાથી તેમજ કોરોનાની અસર ના કારણ ખેડૂતોને સાડા સાતસો રૂપિયા જેટલી સરકાર સબસિડી આપતી હતી પરંતુ કોરોના બાદ રો મટીરીયલના ભાવ વધી ગયા છે. ભારતની તમામ સરકારી, સહકારી પ્રાઇવેટ સંસ્થાઓ છે ખાતર ઉત્પન્ન કરે છે તો પણ 50 ટકા અલગ-અલગ દેશોમાંથી મટીરીયલ મંગાવવું પડે છે તેમ ખાતરના વધતા ભાવને લઈને તેમને આ વાત કહી હતી. કોરોના પછી અને યુધ્ધ પછી આ ભાવમાં વધારો થયો છે.
હાલ ખાતર નો ભાવ 1200થી 1300 યુએસ ડોલર જેટલો છે. સરકારને ખાતરની થેલી ચાર હજાર રૂપિયામાં પડે છે. ખાતર ના ભાવ વધારાને લઇને દિલીપ સંઘાણીએ અગાઉ આ વાત કહી હતી.