Shantishram News,
Diyodar, Banaskantha, Gujarat
બનાસકાંઠામાં વરસાદની સિઝન દરમિયાન શ્રાવણ મહિના સુધી વરસાદ ન વરસતા ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની હતી, આ વસ્તુને ધ્યાનમાં લઇ વાવ, સુઇગામ, ભાભર વિસ્તારના ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોરે સત્વરે જરૂરિયાત મુજબ વરસાદ થાય તે માટે પોતાના નિવાસસ્થાન ભાભર થી નડાબેટ શ્રી નડેશ્વરી માતાજીના મંદિર સુધી પદયાત્રા કરશે તેવી બાધા રાખેલ હતી.
હવે વરસાદ આવતા તેઓ પદયાત્રા યોજી બાધા પૂર્ણ કરી હતી.
આ પદયાત્રામાં થરાદ ના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત, દિયોદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા, થરાદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી આદિ રાજકીય આગેવાનો ઉપસ્થીત રહેલ, તેમજ મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, ગ્રામજનો અને મહીલાઓ જોડાયેલી.
ગેનીબેન અને સમગ્ર યાત્રીઓએ નડાબેટ પહોંચી માતાના ચરણોમાં પ્રાર્થના કરી આશીર્વાદ લીધેલ.
પદયાત્રા દરમિયાન છ કિલોમીટર લાંબી લાઇન થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ.
ધારાસભ્યની આ જનતા માટેની પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ.
Geniben thakor, vav suigam, bhabhar, tharad, MLA, nadabet, padyatra, Diyodar, shivabhai bhuriya, tharad, gulabsinh rajput
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268