દેશમાં જ્યારે કોરોનાની પરિસ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે. ત્યારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ દ્વારા ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આવેલ ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવી પરિસ્થતિમાં મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓ દ્વારા ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પ્રદર્શન પણ કરી રહ્યા હતા.
એવામાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં લેવાશે એવો નિર્ણય કરવામાં આવેલ છે.
હવે જ્યારે ગુજરાતમાં છેલ્લા અઠવાડીયાથી 5000થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે તેવી પરિસ્થિતિમાં ઓફલાઈન પરીક્ષા લેવી એ ખુબ જોખમ ભર્યું પગલું ગણી શકાય.
માર્ચ મહિનામાં લેવાનારી બોર્ડની પરીક્ષા વધતાં હતાં કોરોનાને ધ્યાનમાં લઈને મે મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
પરંતુ હાલની પરિસ્થિતિ તે સમય કરતાં ઘણી વધારે ખરાબ હોવાથી ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને ધોરણ 10 અને 12ની પરીક્ષા જૂન મહિના સુધી મોકૂફ કરવા માટે વિનંતી કરવામાં આવી છે.
ગુજરાતના શૈક્ષણિક બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયેલ છે. આગામી 10 મેથી રાજ્યમાં ધોરણ10 અને 12 ની પરીક્ષા શરૂ થવાનું છે.
વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સમજતા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે અભ્યાસક્રમમાં 30% નો ઘટાડો થશે.
હવે વધતાં હતાં કોરોનાની વચ્ચે પરીક્ષા લેવાશે કે નહિ, અને જો લેવાશે તો કંઈ રીતે એતો આવનારો સમય જ બતાવશે.