સ્માર્ટ સિટી કહેવાતા સુરત શહેરમાં શું કોઈ સમસ્યા નથી ? કારણ કે સતત સુરતના ખુબ સુરત નામ ઉપર કલંક લગાવતું આપણું તંત્ર જે મત્ર મોટી મોટી વાતો કરે છે પરંતુ કામ ગીરી માત્ર કાગળ ઉપર દેખાતી હોય તેમ પ્રજા હેરાન થઇ રહી છે.જેનું જીતું જાગતું ઉધારણ સુરતના લીંબાયત વિતારમાં થી સામે આવ્યું હતું…
સુરત શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ ઠેર ઠેર રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે સાથે ભુવા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે સુરતમાં લીંબાયત વિસ્તારમાં આવેલ કમરું નગરમાં ભુવો પડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો
સુરત શહેરમાં વરસાદી વાતાવરણ બાદ હવે વિરામ લીધો છે જોકે ત્યારબાદની સ્થિતિ જોવા જઈએ તો શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે અને ઠેર ઠેર રસ્તાઓ બેસી જવાના કારણે ભૂવાઓ પાડવામાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ કમરું નગરમાં ભુવો પડ્યો હતો જેને લઈને અકસ્માત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ભુવો પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે ભુવો પડ્યા બાદ રસ્તામાં બેરીકેટ પણ મુકવામાં આવ્યા નથી અને પાલિકા દ્વારા ભુવો પડતા સમારકામ પણ કરવામાં આવ્યું નથી ત્યારે પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો પાલિકા કમિશનર દ્વારા તાત્કાલિક રસ્તાઓ રીપેરીંગ માટેના આદેશો આપવામાં આવ્યા છે છતાં પણ કામગીરી કરવામાં આવી નથી