રાજકોટ-મોરબીમાં કોરોના બેકાબુ બનતા હડકંપ મચી ગયો છે કોરોનાને કન્ટ્રોલ કરવા અને પરીસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ સહિતનો કાફલો રાજકોટ ખાતે પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
બાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પ્રસ કોન્ફરન્સ કરી વકરત કોરોનાની માહિતી આપી હતી.
રાજકોટ પહોંચી કોરોનાની ભયાનક સ્થિતિનો ચિતાર મેળવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, દર્દીઓની યોગ્ય સારવાર થાય તેવી વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે.
સાથે જ હવે દર્દીઓના સગાઓએ રેમડેસીવીરના ઇન્જેક્શન લેવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી આ માટે હવે હોસ્પિટલ જ તેની વ્યવસ્થા કરી દેશે.
સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, ગઇ કાલે ૪૦૦૦થી વધુ કોરોના કેસ રાજ્યમાં નોઁધાયા હતા.
જેથી લોકોએ હવે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું ખુબ જ જરૂરી બની ગયુ છે.
અને રાત્રિ સમય દરમિયાન લોકોએ ઘરમાં જ રહેવું પડશે.
આ મહામારી સામે જીતવા માટે સામૂહિક પ્રયત્નો ખુબ જ જરૂરી છે.
ત્યાં જ બીજી તરફ મોરબીની સૌથી વિકટ પરીસ્થિતિનો ચિતાર મેળવ્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે સાથે જ મોરબીમાં હવે લેબોરેટરી પણ ઉભી કરવામાં આવશે.
અને સ્થિતિ વધુ વણસે નહી તેમાટે ટીમો રૂબરૂ માહિતી મેળવશે.