ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા અસરકારક નથી જણાઈ રહી.
ગુજરાતમાં આજે જયારે કોરોનના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા લગાવવામાં આવેલ નાઈટ કર્ફ્યુ ની પણ અસર નથી જણાઈ રહી.
રાજકોટમાં પણ કોરોનની સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે.
દર્દીઓ માટે બેડ ઓછા પડી રહ્યા છે.
હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા ઓછી પડી રહી છે.
અનેક શહેરોમાં હોસ્પિટલમાં સ્થાન મેળવવા માટે દર્દીઓને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે.
અનેક મુસીબતોનો સામનો કરીને મહાપરાણે દર્દીઓને હોસ્પિટલમાં સ્થાન મળે છે.
આવા સમયે રાજકોટની સિવિલ હોસ્પિટલના બે વોર્ડ ખાલી કરીને કોવિડ વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સામે જગ્યા ઓછી પડતા હોસ્પિટલના ગાયનેક અને ટ્રોમા સેન્ટરને કોવિડ વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા છે.
ગાયનેક અને ટ્રોમા સેન્ટરની વ્યવસ્થા બીજે કરીને આ વોર્ડમાં કોરોના સંક્રમિત પીડિતોના માટે બેડ તેમજ અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વોર્ડ માં કોવિદ દર્દીઓને સરકાર આપી શકાય તે માટેના સાધનો ની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેથી હોસ્પિટલમાં આવતા કોવિદ દર્દીઓને દાખલ કરીને સારવાર હેઠળ રાખી શકાય.
નોંધપાત્ર છે કે ગુજરાતમાં એક જ દિવસ માં 4500 જેટલા નવા કેસો સામે આવ્યા હતા.
જેની સામે 2000 થી વધુ લોકો કોરોના સંક્રમણ મુક્ત થયા હતા. જયારે ૪૨ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓનું મૃત્યુ નીપજ્યું હતું.