મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલમાં સેનેટરી પેડનું વેડિંગ મશીન મુકાયું
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વીસી ફાટક નજીક આવેલ એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં સેનેટરી પેદનું વેડિંગ મશીન મૂકી અનોખી પહેલ કરવામાં આવી છે
મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સ્ત્રીઓમાં માસિક ધર્મ વિશે જાગૃતતા લાવવા પહેલ કરવામાં આવી છે આજના આધુનિક યુગમાં હજુ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ માસિક દરમિયાન કપડાનો ઉપયોગ કરતી હોય છે જે સ્ત્રીના આરોગ્ય માટે હાનીકારક હોય છે અને સેનેટરી પેડ સુરક્ષિત છે તેની માહિતી આપવામાં આવી હતી એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ ઉષાબેને વિદ્યાર્થીનીઓને જરૂરી માહિતી પૂરી પાડી હતી અને મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલમાં સેનેટરી પેડનું વેડિંગ મશીન આપીને સફાઈ ઝુંબેશનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ પ્રોજેક્ટથકીવિધાર્થીનીઓ રાહત અનુભવશે તેમજ આવા પ્રોજેકટ દરેક શાળામાં અને મહિલા સંચાલિત સંસ્થામાં થાય તે માટે આ ગ્રુપ દ્વારા પ્રયાસ કરવામાં આવશે
આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડા, કવિતાબેન મોદાણી, નિશાબેન બંસલ, પ્રીતિબેન દેસાઈ, મયુરીબેન કોટેચા, કલ્પનાબેન શર્મા, ક્રિષ્નાબેન કાબરા, માલાબેન કક્કડ, ચંદાબેન કાબરા સહિતના સભ્યોએ હાજરી આપી હતી.