મોરબીના રાજપર રોડ પર લાખોના દારૂ પ્રકરણમાં ૧૩ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબી જીલ્લામાં દારૂની રેલમછેલ વચ્ચે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી અને દારૂ ભરેલ આખી ટ્રક ઝડપી લઈને ૪૩.૬૭ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે જે બનાવ મામલે ૧૩ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના રાજપર રોડ પર ગોડાઉનમાં રેડ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી જેમાં સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયર નંગ ૭૫૧૪ કીમત રૂ ૩૨.૭૦ લાખ, મોબાઈલ ફોન, રોકડ અને ટ્રક કીમત રૂ ૧૦ લાખ સહીત ૪૩.૬૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જે દારૂ પ્રકરણમાં પોલીસે આરોપી ચુનારામ મોટારામ ગોદારા (ટ્રક ચાલક) અને રોહિતકુમાર રાજેશભાઈ બારિયા (દારૂનો જથ્થો ઉતારનાર) એમ બે આરોપીને ઝડપી લીધા હતા જયારે અન્ય આરોપીઓના નામ ખુલ્યા છે જેમાં દારૂનો જથ્થો મંગાવનાર આરોપી મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા રહે શનાળા તા. મોરબી, દારૂનો જથ્થો મંગાવનાર ભાગીદાર ડેનીશકુમાર કાન્તિલાલ મારવાણીયા રહે રાજપર તા. મોરબી, પ્રજ્ઞેશ નાગજીભાઈ ગોડાસરા, વીરેન ભગવાનજીભાઈ ગઢિયા, રાઉંતારામ રહે રાજસ્થાન, કરનલ હરિયાણા ખાતેથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યો ટ્રક ચાલક, દારૂ ભરેલ પકડાયેલ ટ્રકનો માલિક અને ચારેક મજુર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે