મુક્તિ તિલક ફાઉન્ડેશન, સુરત દ્વારા CHC શીહોરી મધ્યે ઓક્સિજનની ચાલીસ બોટલો અર્પણ કરાઈ:
આજરોજ શિહોરી સામુહિક આરોગ્ય કેન્દ્ર (કોવીડ સેન્ટર) કાંકરેજ મધ્યે
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને
મુક્તિ તિલક ફાઉન્ડેશનના ચેરમેન સુરેશભાઈ શાહ (રાનેર) દ્વારા
કોરોના મહામારીમાં મદદરૂપ થવા માટે ઓક્સિજનની ચાલીસ બોટલો દાનમાં આપવામાં આવી.
આ પ્રસંગે કાંકરેજ તાલુકાના ધારાસભ્યશ્રી કિર્તીસિંહજી વાઘેલા,
હર્ષદભાઈ જે શાહ
ડોક્ટર ડી.એન. પરમાર ( અધિક્ષક શિહોરી સામુહિક આરોગ્ય કેન્દ્ર)
અણદાભાઇ પટેલ
ડાહ્યાભાઈ પીલીયાતર
ભારતસિંહ ભટેસરિયા
ઈશ્વરભાઈ પટેલ, ઈસુભા વાઘેલા, અમિભાઈ દેસાઈ
આદિ ઉપસ્થિત રહેલ.
મુક્તિ તિલક ફાઉન્ડેશન, સુરત દ્વારા
કાંકરેજ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર શીહોરીમાં
40 જમ્બો બોટલની વ્યવસ્થા કરી છે
જેના કારણે કાંકરેજ તાલુકામાં
કોરોના ની સારવાર માં સરળતા રહેશે
સુરેશભાઈ શાહ કાંકરેજ તાલુકાના રાનેર ગામના વતની છે અને
અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
વધુ વાંચો
દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા કુલ ૨૦ ઓક્સીજનના બાટલા તથા ૯ ઓક્સિજન ફ્લો મીટર અર્પણ