માતૃપિતૃના સ્મરણાર્થે બાવનવાંટા રાજપૂત સમાજના કોદરામ ગામ ના દાતાઓનું ઉદાહરણીય શૈક્ષણિક દાન (Banaskantha): Educational Donation
ડૉ. રતુજી રાણાએ પિતાશ્રીના અવસાન પ્રસંગે 1,51,001/- નું અને
શ્રી પ્રવિણસિંહ રાણાએ માતૃશ્રીની પુણ્યતિથિ પ્રસંગે 1,00,000/- નું શૈક્ષણિક દાન Educational Donation આપીને સમાજને નવો રાહ ચીંધ્યો.
પાલનપુર, વડગામ, દાંતા,ખેરાલુ, સિધ્ધપુર અને સરસ્વતી તાલુકાઓના ૧૧૦ જેટલા ગામોમાં પથરાયેલો અને
ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો (agriculture)
બાવનવાંટા રાજપૂત સમાજ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ સારી નામના ધરાવતો સમાજ છે.
પાલનપુર, વડગામ, મોટાસડા અને મેજરપુરા ખાતે કન્યા કેળવણી અને ઉત્તર બુનિયાદી શિક્ષણ વ્યવસ્થા ધરાવતા સંકુલોની સાથે સાથે છેલ્લા બે વર્ષથી વડગામ ખેરાલુ હાઈવે પર લીંબોઈ ગામ નજીક સમાજના વિરલ ભામાશાઓ ના સહયોગથી આર્ટસ, સાયન્સ અને કોમર્સ કોલેજ પણ શરૂ કરવામાં આવી છે જેનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
કોલેજના બાંધકામ માટે સમાજના વિવિધ દાતાશ્રીઓ તરફથી માતબર રકમના દાનનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે પરંતુ તાજેતરમાં કોદરામ નિવાસી બે દાતાઓએ તેમના માતૃ પિતૃના અવસાન પ્રસંગે વિશિષ્ટ દાન આપીને સમાજને નવો રાહ ચીંધીને અન્ય માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
મેમદપુર હાઈસ્કૂલમાં સેકન્ડરી વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજપૂત કેળવણી મંડળમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા ડૉ. રતુજી બી. રાણાએ તેમના પિતાશ્રી સ્વ. ભીખાજી કાળુજી રાણા ના અવસાન પ્રસંગે સામાજિક સુધારાના ભાગરૂપે મરણ પાછળ ના ખર્ચાઓ બંધ કરીને શ્રી રાજપૂત કેળવણી મંડળ ને રૂપિયા 1,51,001 દાન આપીને સમાજમાં શિક્ષણની જ્યોત પ્રસરાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. Educational Donation
એ જ પ્રમાણે કોદરામવાસી વડગામ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી પ્રવિણસિંહ જે. રાણાએ પણ તેમના માતૃશ્રી સ્વ. ચેનીબા ની પ્રથમ પુણ્યતિથિએ પૂ સંત શ્રી પરથીરામજી મહારાજની ઉપસ્થિતિમાં યોજેલ સંત મેળાવડા પ્રસંગે રૂપિયા 1,00,000/- નું શૈક્ષણિક દાન જાહેર કરીને પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું.
રાજપુત કેળવણી મંડળના પ્રમુખશ્રી મદારસિંહ હડિયોલ અને સમગ્ર શૈક્ષણિક ટીમે બંને દાતાશ્રીઓએ સમાજસુધારણા ક્ષેત્રે કરેલા શૈક્ષણિક દાનને આવકારીને અભિનંદન પાઠવતા સમાજના અન્ય બંધુઓ પણ આમાંથી પ્રેરણા લે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.