મહારાષ્ટ્રના રાજકારણ માં આક્ષેપ- પ્રતિઆક્ષેપ નો મારો: શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન ધનુષ અને બાણ ખરીદવા માટે રૂા. ૨,૦૦૦ કરોડનો સોદો
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
શિવસેના (ઉદ્ધવ બાબા સાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન ધનુષ અને બાણ ખરીદવા માટે રૂા. ૨,૦૦૦ કરોડનો સોદો થયો છે.
જો કે, મહારાષ્ટ્રના મુખ્ય-મંત્રી એકનાથ શિંદે જૂથના વિધાયક સદા સર્વંકરે તે દાવાને ફગાવી દીધો છે, અને પૂછ્યું છે કે શું સંજય રાઉત કેશિયર છે ?
બીજી તરફ રાઉતે ટ્વિટ ઉપર દાવો કરતાં કહ્યું હતું કે ૨,૦૦૦ કરોડ (રૂા.) તો એક પ્રારંભિક આંકડો છે અને તે સોયે સો ટકા સાચો છે. તેમણે પત્રકારોને તે પણ કહ્યું હતું કે સત્તારૂઢ દલની સાથે, નિકટતા ધરાવતા એક બિલ્ડરે આ માહિતી આપી હતી.
રાજ્ય સભાના આ સાંસદે તેમ પણ કહ્યું હતું કે તેમની પાસે, તે આંકડા માટે પૂરતી સાબિતીઓ પણ છે, તે પણ તેઓ ટૂંક સમયમાં રજૂ કરશે.
તે સર્વવિદિત છે કે ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદે જૂથને મૂળ શિવસેના તરીકે માન્યતા આપવા સાથે તેનું ચૂંટણી ચિન્હ ધનુષ-બાણ પણ શિંદે જૂથને આપ્યાં છે.
પોતાના ૭૮ પાનાના આદેશમાં પંચે ઠાકરે જૂથને જ્વલંત મશાલ ચૂંટણી ચિન્હ તરીકે રાખવા સંમતિ પણ આપી હતી.
કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઉપર વિપરિત વિચારધારાવાળાં લોકોનાં તળીયાં ચાટવાનો આક્ષેપ કર્યો હતો.
તેનો જવાબ આપતાં રાઉતે કહ્યું હતું કે વર્તમાન મુખ્યમંત્રી શું ચાટી રહ્યા છે ? મહારાષ્ટ્ર શાહની વાતોને મહત્ત્વ આપતું જ નથી. વર્તમાન મુખ્યમંત્રીને શિવાજી મહારાજનું નામ લેવાનો અધિકાર નથી.
અમિત શાહે શનિવારે કહ્યું હતું કે જે લોકો વિપરિત વિચારધારાવાળા લોકોનાં પગનાં તળિયાં ચાટી રહ્યા હતા, (તેમને) આજે ચૂંટણી પંચે દર્શાવી દીધું છે કે સત્ય કોના તરફે છે.
અમિત શાહે ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના ફરીવાર કહ્યું હતું કે ૨૦૧૯ની વિધાન સભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પદ માટે કોઈ સહમતી થઇ જ ન હતી. પરંતુ તે ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી શિવસેનાએ ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું.
ચૂંટણી પહેલાં તો તેવી વાત હતી કે મુ.મં.નું પદ ભાગીદારીથી સંભાળવું પરંતુ ઠાકરેએ પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એન.સી.પી.) અને કોંગ્રેસનો સાથ લઇ સરકાર રચી હતી. જો કે શિંદેના બળવા પછી ગત વર્ષે જૂનમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પડી ભાંગી હતી.
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://youtube.com/channel/UCJiM51UQ…
Shantishram News, Gujarat