ભાવનગર રેંજના આઇ. જી. પી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબ તથા ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ ચોરી કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સમજ કરતા. જે અન્વયે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર. આઇ. સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના પોલીસ હેડ કોન્સ, યોગેન્દ્રસિંહ નટવરસિંહ તથા પોલીસ સ્ટાફ વિગેરે આજરોજ તા. ૨૨/૦૭/ર૦રર ના રોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલીંગમાં હતા, તે સમયે પોલીસ કોન્સ. દશરથસિંહ બાબભા ગોહિલ તથા પોલીસ કોન્સ. નરેન્દ્રસિંહ બલરાજસિંહ રાણાને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદારની આધારભુત હકિકત મુજબ આજથી અઢી વર્ષ પહેલા તગડી ગામેથી લગ્ધિરસિંહ રૂપસંગભાઇ રાઠોડના કબ્જાની બજાજ ઇક્કો ગ્રીન રીક્ષા રજી. નં. GJ. 04. /AU. 4195 ની ચોરી થયેલ જે રીક્ષા આગળ પાછળ નંબર વગર હમણા વાસણધાટથી રબ્બર ફેકટરી તરફ આવે છે. જેથી આ અંગે વોચમાં રહેતા રબ્બર ફેકટરી ખાતેથી આરોપી અસલમભાઇ મહેબુબખાન પઠાણ/સીપાઇ, ઉવ. ૩૦, રહે. કુંભારવાડા, નારીરોડ, લાલ કારખાના પાછળ, મફતનગર, ભાવનગરવાળો મળી આવતા અસલ મુદામાલ બજાજ ઇક્કો ગ્રીન રીક્ષા રજી. નં.GJ. 04. AU. 4195 વાળી જેની કિ. રૂ. ર૫, ૦૦૦/ની કબ્જે કરી તેના વિરૂધ્ધમાં સીઆર. પી. સી. કલમ-૪૧(૧) (ડી) મુજબની કાર્યવાહી કરી આ અંગે આગળની તપાસ તજવીજ હેડ કોન્સ. શ્રી વાય. એન. ગોહિલ* સાહેબએ હાથ ધરેલ છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો