Shantishram News, Diyodar, Gujarat.
ભાવનગર મધ્યે ડહેલાના સમુદાયના પરમ પૂજ્ય તત્વપ્રવચનપ્રજ્ઞ આચાર્ય ભગવંત
શ્રીમદ વિજય રત્નચંદ્રસુરિશ્વરજી મહારાજ સાહેબ તથા
પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય ઉદયરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ફરી એકવાર જાહોજલાલી ભર્યું વાતાવરણ સર્જાયું
માસક્ષમણ ની ઐતિહાસીક આરાધના તેમજ ભર્યાભર્યા ચાતુર્માસ પૂર્ણાહૂતિ તરફ હતું ત્યારે જ ફરી એકવાર
“અહો ભાવનગર” 229 જેટલા આરાધકો દ્વારા ઉપધાન તપની આરાધના કરવામાં આવી અને 206 જેટલા આરાધકોને મોક્ષમાળા પહેરાવવામાં આવી.
આ પ્રસંગે પૂજ્યશ્રીની નિશ્રામાં ઐતિહાસીક દબદબાભેર મોક્ષમાળ નો વરઘોડો યોજાયો અને
ત્યારબાદ બીજા દિવસે 206 જેટલા આરાધકો ની માળારોપણ નો અદભુત કાર્યક્રમ યોજાયો.
પૂજ્યશ્રીની નિશ્રામાં તારીખ 5/12/2021 ના રોજ ભાવનગરથી શ્રી શત્રુંજય મહા તીર્થ નો છ’રી પાલક મહાસંઘ નું પ્રયાણ થયું.
એક હજારથી વધુ યાત્રિકો,
સો જેટલા સંધપતિ પરિવારો અને
સતાધિક શ્રમણ -શ્રમણી ભગવંતો સહિત શ્રી સિદ્ધ ગિરિરાજની છ’રી પાલક યાત્રામાં જોડાયા.
આ સંઘમાં તારીખ 10/12/2021 ના રોજ ભવ્યાતિભવ્ય સંઘમાળ યોજાશે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય ઉદયરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબે ” અહો ભાવનગર” ચાતુર્માસ માટે પ્રવચન માં જણાવેલ કે સમગ્ર ભારતવર્ષના ઇતિહાસમાં એક જ સંઘના નેજા હેઠળ 237 જેટલા માસક્ષમણ તપ ની આરાધના થઇ.
તેમજ 229 જેટલા ઉપધાન તપની આરાધના અને જેમાંથી 206 જેટલા આરાધકોએ મોક્ષમાળ પહેરી એ ઐતિહાસિક ધટના છે.
જે આનંદદાયક અને શ્રી સંઘ એકતા – ધર્મ એકતા પ્રેરક છે
Aho bhavnagar, jain sangh, Gujarat, ratnchandra surishwarji maharaj saheb, dahela vala, updhan tap, mox mala, udayratn suriji ms, saurastra, palitana, masxaman
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268