ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સૌથી સફળ સુકાની અને ધુંઆધાર મહિલા ક્રિકેટર મિથાલી રાજે નિવૃત્તિ જાહેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. મિથાલી રાજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મિથાલી રાજેની નિવૃત્તિથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ફટકો પડશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એક આદર્શ સુકાનીની મોટી ખોટ પડશે. મિથાલીએ 39 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી છે. તેણીની કારકિર્દી 23 વર્ષની છે. ભારતને અનેક મહત્વપૂર્ણ મેચ જીતાડવામાં તેમનું અગત્યનું યોગદાન રહ્યું છે. મિથાલી રાજે ટ્વિટર મારફતે એક લાંબી ટ્વીટ કરીને નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું હતું કે, અનેક વર્ષોથી તમારા બધાના પ્રેમ અને સહકાર માટે આભાર. હું તમારા બધાના આશીર્વાદ અને સહયોગથી બીજી ઇનિંગની શરૂઆત કરવા માંગું છું. નોંધનીય છે કે મિતાલી રાજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 232 ODI અને 89 T20 મેચ રમી છે. તેણે 12 ટેસ્ટ મેચમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. મિતાલી રાજે વનડેમાં 7805 રન બનાવ્યા છે અને ટી 20માં 2364 રન ફટકાર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ 699 રન નોંધાવ્યા છે. મિતાલી રાજે કુલ 8 આંતરરાષ્ટ્રીય સદી પણ ફટકારી છે.
Trending
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર
- હોન્ડાનું સસ્તું અને શક્તિશાળી ઈલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થયું, જાણો તેની વિષેશતા