રાજકોટમાં આવેલા પ્રદ્યુમન ઝૂમાં ગોલ્ડન ફિઝન્ટ પક્ષીએ ૪ બચ્ચાને જન્મ આપ્યો. ગોલ્ડન ફિઝન્ટ પક્ષીએ ભારતના કોઈ પણ રાજ્યમાં જોવા મળતા નથી. આ ગોલ્ડન ફિઝન્ટ પક્ષીની પ્રજાતિ ફકત ચીન, યુ.કે., કેનેડાના ગાઢ જંગલમાં જ જોવા મળે છે. રાજકોટનાં પ્રદ્યુમન ઝૂમાં ૨૦૧૫ની સાલમાં નર અને માદા પક્ષીની જોડી લે આવામાં આવી હતી. વાતાવરણ અનુકુળ આવતા આ વર્ષે માદા ગોલ્ડન ફિઝન્ટ દ્વારા ઇંડા મૂક્યા અને ૨૩ દિવસના અંતે ઇંડાઓ માંથી ૪ બચ્ચાંઓનો જન્મ આર્ટીફિશીયલ ઇંક્યુબેટર મશીનમાં સફળતાપુર્વક સેવન થતા 23 દિવસના અંતે ઇંડાઓ માંથી 4 બચ્ચાંઓનો જન્મ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધૂમન પાર્ક ઝૂમાં ગોલ્ડન ફિઝન્ટ પક્ષીએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો તેમ મેયર ડો પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું.તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટ ઝૂ ખાતે પ્રથમ વખત તા.29/10/201પના રોજ ગોલ્ડન ફિઝન્ટ પક્ષીની જોડી (નર તથા માદા) વન્યપ્રાણી વિનીમય અંતર્ગત લખનઉ ઝૂ ખાતેથી મેળવવામાં આવેલ. આ બન્ને પક્ષીઓને અહીનું કુદરતી જંગલ સ્વરૂપનું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર માદાના સંવનનથી માદા ગોલ્ડન ફિઝન્ટ દ્વારા ઇંડા મુકવામાં આવેલ. સામાન્ય રીતે ગોલ્ડન ફિઝન્ટ પક્ષીઓમાં ઇંડા મુકયા પછી ઇંડાઓને સેવવાનું કાર્ય માદા પક્ષી દ્વારા સુવ્યવસ્થીત કરવામાં ન આવે તેવા સંજોગોમાં, ઇંડા સેવવા માટે આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં આ ઇંડાઓને મુકવામાં આવેતા હોય છે. ઉક્ત આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં ઇંડા સેવવા માટે ઓટોમેટીક જરૂરી તાપમાન અને ભેજનું પ્રમાણ જાળવવાનું હોય છે. જેથી આ આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં સફળતાપુર્વક સેવન થતા 23 દિવસના અંતે ઇંડાઓ માંથી 4 બચ્ચાંઓનો જન્મ થયો છે. હાલ આ ચારે બચ્ચાં એક માસના થઇ ગયેલ છે અને બધા બચ્ચાઓ તંદુરસ્ત હાલતમાં છે. ગોલ્ડન ફિઝન્ટ પક્ષી ભારતના કોઇ પણ ભાગમાં જોવા મળતુ નથી. તેનું કુદરતી રહેઠાણ ચીન, યુ.કે., કેનેડાના ગાઢ ભરાવદાર જંગલ વિસ્તારોમાં જોવા મળે છે.આ પક્ષી મિશ્રાહારી હોય, અનાજ, કુણા પાંદડા તેમજ જમીન પરના અન્ય નાના જીવજંતુઓ ખાય છે. નર ગોલ્ડન ફિઝન્ટ સોનેરી પીળા રંગનો હોય છે તેમજ માથા ઉપર કલગી ધરાવે છે. શરીરના આગળના ભાગ પીળાશ તથા લાલ રાંગનો હોય છે. માદા ગોલ્ડન ફિઝન્ટ કલગી વગરની આછા ભૂરા રંગની હોય છે. આ પક્ષીનું આયુષ્ય 10 થી 12 વર્ષ જેટલુ હોય છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો