રાજ્યમાં અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં કેટલાંય લોકોના કમકમાટીભર્યા મોત થતા હોય છે. ત્યારે આજે બોડેલી-વડોદરા હાઇવે ઉપર છુછપુરા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા છે. આ અકસ્માત એસ.ટી બસ અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ ચારના કમકમાટીભર્યા મોત થયાં છે. આ ગંભીર અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઉડી ગયાં. તો બીજી તરફ બસમાં સવાર મુસાફરોને કોઈ જાનહાની થઈ નથી.
અકસ્માતનો ભોગ બનેલા લોકો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના વતની હતાં. ત્યારે અકસ્માતમાં મોતને ભેટેલા તમામના મૃતદેહને સંખેડાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં. તાજેતરમાં જ એક કારે બાઇક પર સવાર બે મોટર સાયકલિસ્ટને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઇકને ટક્કર માર્યા બાદ કાર આગળ નીકળી ગઈ હતી અને કાર ચાલક તેની ટક્કરને કારણે ઈજાગ્રસ્ત થયેલી વ્યક્તિ જીવતી છે કે મરી ગઈ છે તે જોવાં પણ ઊભો રહેતો નથી.
હવે આ જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના તમિલનાડુની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીંના સલેમ જિલ્લાના હાઇવે પર બે બાઇક સહીત યુવકો કલ્લાકુચીથી તેમના વતન પલાની તરફ જઈ રહ્યાં હતાં. પરંતુ આ દરમિયાન તે એક ઝડપી કારના ચાલકની ભૂલનો શિકાર બન્યા હતાં. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, યુવક થોડા અંતર સુધી તો રસ્તા પર ઘસડાયો હતો અને તેની બાઇકના પણ ભુક્કા બોલાઇ ગયા હતાં.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268