બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો બોર્ડર ઉપર !!! સમૃદ્ધિ તરફ ક્યારે વધશે ???
Shantishram News, Diyodar, Gujarat
મધરાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ તબાહી સર્જી
જિલ્લામાં બુધવારની મધરાત્રે અચાનક વાવાઝોડાએ જિલ્લાના ખેડૂતો આલમની રહી સહી આશા ઉપર પાણી ફેરવી દેતા
બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આલમ બોર્ડર ઉપર આવી ગયો છે.
રાત્રે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે
ગ્રામ્ય વિસ્તારમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થવા પામેલ છે.
ખેડૂતોના માટે આવેલ કોળીયા સામાન તૈયાર બાજરીના પાકનો સોથ વળી ગયો છે,
તેમજ લીલાં શાકભાજી, જુવાર સહિતના પાકનો સફાયો થવા પામેલ છે.
અનેક વૃક્ષો ધરાશાયી થયેલા
તેમજ વિસ્તારમાં અનેક વિસ્તારમાં પતરા ઉડી જવા પામેલ.
ખેડૂત આલમ માટે 2015 પછી સતત આપત્તિઓ આવી રહી છે.
2015 2017 માં અતિવૃષ્ટિએ ધમરોળેલ બાદમાં
તીડ, પવન, વરસાદી નુકસાન સાથે
પાણીના તળ ઉંડે જવા પામેલ
72 ની મોટર સાથે ૧૦૦૦ ફૂટ એ માંડ માંડ પાણી મળે છે,
વર્ષે સવા લાખ જેટલું લાઈટ બિલ,
DAP યુરિયા ખાતર ના ભાવ આસમાને
આવા વિવિધ કારણોસર
ખેડૂત આલમ ની કેડ ભાગી ગઈ છે.
ખેડૂત આલમની હાલે મોટાભાગની જમીનો બેંકોના દેવામાં ગીરવે છે.
ચાર ચાર વર્ષથી ઝઝૂમી રહેલા ખેડૂત આલમ વિશે ઉંડાણપૂર્વક વિચારવું જોઈએ.
માત્ર ભાષણો કે આશ્વાસનો અને
કાગળ ઉપરની જાહેરાતોથી ખેડૂત આલમ ને બચાવી શકાશે નહીં.
ખેડૂતોના મસિહા કહેવાતા રાજકીય આગેવાનો પોતાની લીટી કેટલી લાંબી થાય છે તેમાં મશગુલ છે અને કોઈ નક્કર પરિણામ કે આયોજન સાથે નહીં
પાટણ શહેરના માખણીયા વિસ્તારમાં કાર્યરત શુદ્ધિકરણના પ્લાન્ટની સોલાર આંટી ની ૪૦થી વધુ પ્લેટો ઉડી ગઈ
જિલ્લાના માર્કેટયાર્ડોમાં ખેડૂતો અને વેપારીઓ નો માલ પલડી ગયો.
ભાભરના ખારામાં વીજળી પડતા લીમડાના ઝાડ નીચે બાંધેલ ભેંસો ઉપર વીજળી પડતા બેનાં મોત.
વાવના ગંભીરપુરા માં વૃક્ષ પડતા એક ભેંસનું મોત.
થરા બજારના કેબિનના પતરા છાપરાં ઉડ્યા.
લાખણી તાલુકાના અમરપુરા માં 200 ફૂટ તબેલા નો ઉડયો.
અનેક વૃક્ષો ઉડાડ્યા ઉભા પાકનો સોથ વળી ગયો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268