બનાસકાંઠા જિલ્લામાં
કલેકટરશ્રી આનંદ પટેલની સુચનાથી
૧૨૪ કોવિડ હોસ્પિટલોને મંજૂરી
સમગ્ર વિશ્વભરમાં નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયરસ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા
વૈશ્વિક મહામારી જાહેર કરી છે ત્યાર થી લઇ
સમગ્ર દેશ અને રાજ્યમાં આરોગ્ય લક્ષી કાર્ય ખુબજ કુશળતા પૂર્વક કરવામાં આવી રહ્યો છે.
જે અનુસંધાને કોવિડ-૧૯ કોરોના વાયરસની બીજી લહેરના સંક્રમણને અટકાવવા
બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના દેખરેખ તેમજ સીધા માર્ગદર્શન હેઠળ
બનાસકાંઠા જિલ્લા ખાતે આવેલ હોસ્પિટલો પૈકી
કુલ–૧૨૪ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલો તરીકે મંજુરી આપવામાં આવેલી છે.
તેમાંથી ૨૨ હોસ્પિટલો સરકારી અને
૧૦૨ ખાનગી હોસ્પિટલોને મંજુરી આપવામાં આવેલી છે.
૧૨૪ હોસ્પિટલોમાં જિલ્લા ખાતે ૧૩૦૭ ઓકિસજન બેડ અને ૮૮ વેન્ટીલેટરની સુવિધા ઉભી કરવામાં આવી છે.
જેમાં સરકારી હોસ્પિટલ ખાતે ૩૭૪ ઓકિસજન અને ૨૬ વેન્ટીલેટર બેડ અને
ખાનગી હોસ્પિટલ ખાતે ૯૪૩ ઓકિસજન બેડ અને ૬૩ વેન્ટીલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
૨૦ મે.ટન ઓકિસજન જિલ્લાની હોસ્પિટલોને દૈનિક પુરો પાડવામાં આવે છે
બનાસકાંઠા જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલો ખાતે જિલ્લામાં આવેલ
ગુરૂ ઈન્ડસ્ટ્રીઝ, જી.આઈ.ડી.સી. ચંડીસર અને
જયભારત ટ્રેડીંગ કંપની અમદાવાદ હાઈવે પાલનપુર દ્વારા
ઓકિસજનનો જથ્થો પુરો પાડવામાં આવેલ છે.
જિલ્લાની હોસ્પિટલોને આશરે દૈનિક વપરાશ માટે ૨૦-મે.ટન જેટલો ઓકિસજનનો પુરવઠો
બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના દ્વારા બનાવેલ વિવિધ ટીમોની સીધી દેખરેખ હેઠળ પુરો પાડવામાં આવે છે.
ઓકિસજન વિતરણ માટે અધિકારીઓને ફરજ સોંપણીના કરાયેલ આદેશ
કલેકટરશ્રી દ્વારા બનાવેલ ઓકિસજન વિતરણ વ્યવસ્થાપન તેમજ કંટ્રોલરૂમ માટે સંકલન તથા સુપરવિઝન માટે શ્રી જે.આઈ.દેસાઈ, જિલ્લા તિજોરી અધિકારીશ્રી, પાલનપુર મો.નં.૭૫૬૭૦૨૩૩૩૭ અને
શ્રી રવિરાજ ઝાલા, જિલ્લા આયોજન અધિકારીશ્રી, બનાસકાંઠા પાલનપુર મો.નં.૯૯૯૮૫૬૨૬૬૮ નાઓને સુપરવિઝન હેઠળ બંને બોટલ રીફીલરોના ત્યાંથી
જિલ્લા ખાતે આવેલ વિવિધ હોસ્પિટલોને ઓકિસજનનો પુરવઠો સતત અને સુચારૂ રૂપથી મળી રહે
તે બાબતે સંકલન તેમજ ફરિયાદ નિવારણની વ્યવસ્થા કરેલ છે.
આ ઉપરાંત શ્રી ડી.એસ.પટેલ,મો.વા.નિ., આર.ટી.ઓ.પાલનપુર મો.નં.૯૯૭૮૨૪૪૮૦૦,
શ્રી એ.એમ.પરમાર, એ.આર.ટી.ઓ.પાલનપુર મો.નં.૯૯૧૩૭૧૨૩૬૬,
શ્રી એ.ડી.ભુરીયા, સહાયક રાજય વેરા કમિશ્નરશ્રી પાલનપુર, મો.નં.૯૮૨૪૬૦૧૫૩૭,
શ્રી ચેતન એ.પટેલ, સહાયક મો.વા.નિ. મો.નં.૯૪૦૯૦૬૩૭૮૧, ૯૬૬૪૯૯૮૯૫૩ અને
શ્રી આર.એસ.રાઠવા, સહાયક મો.વા.નિ. મો.નં.૯૯૭૪૦૩૨૭૮૪ દ્વારા સમગ્ર ઓકિસજન વિતરણની કામગીરી સુચારૂ રૂપે ચાલે તે બાબતના કલેકટરશ્રી દ્રાપા હુકમો કરવામાં આવ્યા છે.
આમ સમગ્ર જિલ્લા ખાતે આવેલ વિવિધ હોસ્પિટલો તેમજ ઓકિસજન સપ્લાયરો વચ્ચે સમન્વય જળવાઈ રહે અને
ઓકિસજનની વિતરણ વ્યવસ્થા જિલ્લા ખાતે સુચારૂ રૂપે ચાલે તે બાબતની તમામ વ્યવસ્થા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવી છે.