બનાસકાંઠા જિલ્લામાં કઇ હોસ્પીટલમાં કેટલાં બેડ ખાલી છે, દાખલ થવા કોનો સંપર્ક કરવો વગેરે સુવિધા માટે covid19banaskatha.online વેબસાઈટ બનાવાઇ Banaskantha:
હાલમાં કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીની બીજી લહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે
ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને વિવિધ હોસ્પીટલોમાં સારવાર મેળવવામાં સરળતા રહે
તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપી
કોરોના સંક્રમણને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે.
કલેકટરશ્રીએ હોસ્પીટલ મેનેજમેન્ટ માટે
દાંતા મદદનીશ કલેકટરશ્રી પ્રશાંત જીલોવાના સુપરવીઝનમાં કમીટી બનાવી
ડેડીકેટેડ કોવિડ હોસ્પીટલ, કોવિડ હેલ્થ સેન્ટર, કોવિડ કેર સેન્ટર, સરકારી
અને ખાનગી હોસ્પીટલો સંબંધિત કામગીરી માટે અન્ય ૪ જેટલાં અધિકારીઓની પણ નિમણુંક કરી છે.
આ કમિટીના સભ્યશ્રી અને
બનાસકાંઠા જિલ્લા લેબર ઓફિસરશ્રી ચિંતન ભટ્ટ અને
તેમના મિત્ર શ્રી સાગર પંડ્યાએ માત્ર સમસ્યા અને સમાધાનના મુખ્ય વિચારને ધ્યાનમાં લઇને
કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું સમાધાન શોધી કાઢ્યું છે.
આ બે વ્યક્તિઓએ મળીને covid19banaskatha.online નામની વેબસાઈટ બનાવી છે
જેમાં ગુગલ સ્પ્રેડ શીટને સીધી વેબસાઈટથી લિંક કરી છે.
જેથી રીયલ ટાઈમ ડેટા જયારે જયારે અપડેટ કરવામાં આવશે,
ત્યારે ત્યારે તે સીધું જ વેબસાઈટ પર અપડેટ થઇ જશે અને દુનિયાના કોઈપણ ખૂણેથી બેઠા બેઠા હોસ્પીટલ અને
કઇ હોસ્પીટલમાં કેટલાં બેડ ખાલી છે,
એ હોસ્પીટલમાં દાખલ થવા માટે કોનો સંપર્ક કરવા સહિતની તમામ માહિતી મેળવી શકાશે.
આ ઉપરાંત આ વેબસાઈટમાં હોસ્પીટલનું જીઓ ટેગિંગ પણ મુકવામાં આવશે.
જેથી ગુગલ મેપના સીધા ઉપયોગથી લોકેશન સુધી આરામથી પહોંચી શકાય છે.
આ ઉપરાંત એમાં વિવિધ દવાઓની માહિતી, ટિફિન સેવાની માહિતી, પ્રતિરોધક ઉકાળા વિતરણ કેન્દ્રની માહિતી અને
બીજી અનેક આવી જીવન બચાવનારી સગવડની માહિતી ચરણબદ્ધ રીતે મુકવામાં આવશે.
આ સાઈટ ઉપરથી સીધો જ હોસ્પીટલનો સંપર્ક કરીને બેડ/રૂમ બુકીંગ કરી શકાય તે વ્યવસ્થા ઉપર પણ કામ ચાલુ છે.
કોઈપણ આઇ.ટી. ટીમની મદદ લીધા વગર શરૂ થયેલો હોય એવો આ એક નવતર પ્રયોગ છે.
જે માત્ર લેબર ઓફિસર અને તેમના મિત્ર દ્વારા લોકોના વેલ્ફેર માટે
એક પ્રયોગના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી એક વ્યવસ્થા છે.
વેબસાઇટ બનાવાનાર લેબર ઓફિસરશ્રી ચિંતન ભટ્ટે જણાવ્યું કે, કોરોના સંક્રમણ વધી રહ્યું છે
ત્યારે કલેકટરશ્રી આનંદ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી
મારા મિત્ર શ્રી સાગર પંડ્યાની મદદથી લોકોને મુશ્કેલીના સમયમાં મદદરૂપ બનવાના આશયથી
આ વેબસાઇટ બનાવવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે
કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા દર્દીઓ જે તે હોસ્પીટલમાં સમયસર પહોંચે
તેમને ખાલી બેડ સહિતની સુવિધા પ્રાપ્ત થાય અને આવા કપરા સમયમાં લોકોનો જીવ બચાવવો એ
મુખ્ય ચેલેન્જ છે તેને પહોંચી વળવાનો છે.