બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનો માનવીય અભિગમઃ વિચરતી જાતિના ૭૪ પરિવારોને મફત પ્લોટની સનદો આપી:
Shantishram News, Diyodar, Gujarat.
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ માનવીય અભિગમ રાખી નિર્ણયો કરતાં હોય છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા જિલ્લામાં અસ્થાયી અને ભટકતુ જીવન જીવતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને મફત પ્લોટ આપી
તે પ્લોટમાં તેઓ પોતાનું સુંદર મજાનું ઘરનું ઘર બનાવી પરિવાર સાથે સુખ-શાંતિથી રહી શકે તે માટે અભિયાન ઉપાડવામાં આવ્યું છે.
વડગામ તાલુકાના છાપી ગામમાં સર્વે નં.૨૭૪ માં બનાસકાંઠા કલેકટરશ્રીના હુકમથી ૭૪ વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને
બનાસકાંઠા સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ, કલેકટરશ્રી આનંદ પટેલ અને
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેના હસ્તે મફત પ્લોટની સનદો આપવામાં આવી હતી.
આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, જિલ્લામાં વિચરતી-વિમુક્ત સમુદાયના લોકોને
પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આજે વડગામ તાલુકાના છાપી ગામના ૭૪ જેટલાં પરિવારોને શોધી મફત પ્લોટની સનદો આપવામાં આવી છે.
અગાઉ પણ આ સમુદાયના અલગ અલગ તાલુકામાં રહેતા લોકોને સવા સો જેટલી સનદો અપાઇ હતી.
આમ કુલ- ૨૨૭ જરૂરીયાતમંદ લાભાર્થીઓને તંત્રએ સામેથી શોધી-શોધીને સનદો આપવાની કામગીરી પૂર્ણ કરી છે.
વિચરતી જાતિઓના પરિવારોને છત પુરી પાડવા જિલ્લા વહીવટી તંત્ર કટીબધ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું.
વધુ વાંચો: દીઓદર તાલુકા ભાજપ કારોબારી યોજાઈ
છાપી ગામના સરપંચશ્રી ભરતભાઇ પટેલે જણાવ્યું કે,
આજે બનાસકાંઠા સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ અને કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે
અમારા ગામના વિચરતી- વિમુક્ત જાતિના ૭૪ પરિવારોને મફત પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવતા
તેમના પરિવારમાં આનંદ વ્યાપો છે.
સનદ મેળવાનાર લાભાર્થીશ્રી રમેશભાઇ રામજીભાઇ પટણીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે વર્ષોથી ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ,
આજે કલેકટર સાહેબે અમને મકાન બનાવવા માટે મફત પ્લોટની સનદ આપી છે,
હવે અમે પણ પાકું મકાન બનાવી પોતાના ઘરમાં રહીશું.
એ બદલ અમે તંત્રનો આભાર માનીએ છીએ.
આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા, મામલતદારશ્રી ડી.એમ.પરમાર,
છાપી સર્કલ ઓફિસરશ્રી હરેશભાઇ પ્રજાપતિ,
તલાટી કમ મંત્રીશ્રી મહેશભાઇ ડેલ સહિત કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268