ગુજરાતના જામનગર બેસમાં રાતે લગભગ 11 વાગે આ વિમાનોએ લેન્ડ કર્યુ
વિમાનોના ચોથો જથ્થાનું લેન્ડિંગ
વાયુ સેના પાસે 14 રાફેલ જેટ
ગુજરાતના જામનગર બેસમાં રાતે લગભગ 11 વાગે આ વિમાનોએ લેન્ડ કર્યુ
ગુજરાતના જામનગર બેસમાં રાતે લગભગ 11 વાગે આ વિમાનોએ લેન્ડ કર્યુ. ફ્રાન્સથી નિકળ્યા બાદ 3 રાફેલ જેટે ક્યાંય પણ રોકાયા વગર ભારત પહોંચ્યા છે. રસ્તામાં યુએઈની મદદથી આમાં એર ટુ એર રી ફ્યૂલિંગ કરાવવામાં આવ્યું
વિમાનોના ચોથો જથ્થાનું લેન્ડિંગ
ભારતમાં રાફેલ વિમાનોના ચોથો જથ્થાનું લેન્ડિંગ થયા બાદ વાયુસેના તરફથી જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે યુએઈ વાયુ સેનાના ટેંકરો દ્વારા રાફેલમાં ઈંધણ ભરવામાં આવ્યું છે. આ 2 વાયુ સેનાઓની વચ્ચે મજબૂત સંબંધોમાં વધુ એમ માઈલ સ્ટોન છે.
વાયુ સેના પાસે 14 રાફેલ જેટ
આ 3 રાફેલ વિમાન અંબાલા ગોલ્ડન એર સ્કોડ્રનમાં સામેલ થશે. આ 3 નવા રાફેટ જેટના સામેલ થયા બાદ ભારતમાં રાફેલની સંખ્યા 14 થઈ ગઈ છે. આ સાથે 9 રાફેલ વિમાનનો બીજો લોટ એપ્રિલમાં આવશે. જેમાંથીં 5 વિમાનોએ ઉત્તર બંગાળમાં હાશિમાર એરબેસ પર તૈનાત કરવાની યોજના બનાવી છે. સત્તાવાર રીતે રાફેલને ગત વર્ષ 10 સપ્ટેમ્બરે અંબાલામાં થયેલા એક કાર્યક્રમમાં વાયુસેનાએ સામેલ કર્યા હતા. આ બાદ 3 રાફેલની ખેપ નવેમ્બરમાં આવી એ બાદ 3 વિમાન 27 જાન્યુઆરીએ આવ્યા હતા.
36 ફાયટર વિમાનની ખરીદીનો સોદો
ઉલ્લેખનીય છે કે ભારતે ફ્રાન્સ સાથે સપ્ટેમ્બર 2016માં 36 રાફેલ વિમાનની ખરીદી માટે 59 000 કરોડ રુપિયામાં રક્ષા ડીલ કરી હતી. રાફેલ ભારતીય વાયુસેના માટે ગેમ ચેન્જર મનાઈ રહ્યા છે. કેમ કે આના આવવાથી પડોશીઓ કરતા આપણી ટેક્નીકલ તાકાતને મજબૂતી મળી છે અને યુદ્ધની સ્થિતિમાં એક શક્તિશાળી હથિયાર છે.