પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ માં વિશિષ્ટ કામગીરી કરવાં માટે ભાવનગરના આશા વર્કર
આરતીબેન બટુકભાઇ જોષીનું પ્રમાણપત્ર આપી સન્માન:
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા
વર્ષઃ ૨૦૨૦-૨૦૨૧ ના વર્ષ માટે આયુષ્માન ભારત- હેલ્થ અને
વેલનેશ સેન્ટર દ્વારા વ્યાપક પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓને
મજબૂત બનાવવાં માટેની વિશિષ્ટ કામગીરી કરવાં માટે
ભાવનગરના આશા વર્કર આરતીબેન બટુકભાઇ જોષીનું
પ્રમાણપત્ર આપી માટે સન્માન કરવામાં આવ્યું છે.
આયુષ્માન ભારત યોજનાને એક વર્ષ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર રાષ્ટ્રમાં
આ યોજનામાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર આશા વર્કરોને
તેમના કામને મહત્વ આપવા માટે
આ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણ બરનવાલે
આ સિધ્ધિ માટે જણાવ્યું કે,
ભાવનગરની આરોગ્ય સિધ્ધિની
રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઇ છે
તે bhavnagar માટે ગર્વની બાબત છે.
તેનાથી ભાવનગરની આરોગ્ય સેવાને વધુ એક માન્યતા મળી છે.
આ પ્રમાણપત્ર મેળવનાર આરતીબેન બટુકભાઇ જોષી કહે છે કે,
મારે મન મારા દર્દીઓની સેવા એ જ મારી આરતી અને આરત છે.
૫૬ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવા
ઉમંગ અને ઉત્સાહથી તેઓ તેમની કામગીરી કરે છે.
છેલ્લા ૧૧ વર્ષથી આરોગ્ય વિભાગ સાથે જોડાયેલાં
આરતીબેનના સસરા ડોક્ટર હતાં અને તેમના પતિ પણ આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલાં છે.
તેથી તેઓ આ ક્ષેત્રથી સારી રીતે પરિચિત હતાં.
તેમના પતિ દ્વારા પણ આ માટેનું પ્રોત્સાહન મળે છે.
જેથી તેઓ તેમની કામગીરી વધુ સારી રીતે કરી શકે છે તેમ તેઓ વધુમાં ઉમેરે છે.
વધુ વાંચો:- પાટણ જીલ્લાના નાની ચંદુર ગામમાં આગેવાનોના સહકારથી એક જ દિવસમાં ૭૦ લોકોનું રસીકરણ Patan
તળાજા Talaja તાલુકાના ઉંચડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત
શ્રીમતી આરતીબેનના પ્રયાસોથી
ગામની દેવીપૂજક સમાજની બહેનો કે સમાજની વ્યાપક ગેરમાન્યતાઓને કારણે
જેઓ પ્રસૂતિ કે ગાયનેક સમસ્યાઓ વખતે
દવાખાને Hospital આવતી નહોતી
તે હવે તેમની સમજાવટથી આવવાં લાગી છે.
આ રીતે એક આગવો
બદલાવ લાવવાનું કાર્ય તેઓએ કર્યું છે.
આ રીતે તેઓ છેલ્લાં એક વર્ષમાં ૨૨ સફળ પ્રસૂતિઓ કરાવી ચૂક્યાં છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૪૭-પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને
૧૫૩-સબ સેન્ટર મળી કુલ-૨૦૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યાન્વિત કરવામાં આવેલ છે.
આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નોન કોમ્યુનીકેબલ ડીસીઝ (એન.સી.ડી.) અંતર્ગત ડાયાબીટી, હાઇપરટેન્શન, કેન્સરના
રોગોના વ્યક્તિઓને શોધી
તેમને સમયસર સારવાર મળી શકે
તે માટે ૩૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓનું CBAK ફોર્મ ભરવામાં આવે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268