પૂણેમાં સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે આથી પુણેમાં આગળના 7 દિવસ લગ્ન અને અંતિમસંસ્કારને છોડીને તમામ સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અંતિમસંસ્કારમાં 20 લોકો અને લગ્નમાં 50 લોકોની હાજરીની પરવાનગી હશે. આ આદેશ શનિવારથી લાગુ થશે.પૂણેમાં બાર, રેસ્ટોરાં, હોટલ બંધ રહેશે, માત્ર હોમ ડિલિવરીની પરવાનગી હશે.PMPLની બસસેવા બંધ રહેશે.સાંજે 6 વાગ્યાથી આગામી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.આગામી શુક્રવારે એક વખત ફરી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસનો અત્યારસુધીનો સૌથી મોટો વિસ્ફોટ થયો છે. ગુરુવારે અહીં 43183 નવા સંક્રમિત મળ્યા છે. આ કોઈ એક રાજ્યમાં આવેલા કોરોનાના અત્યારસુધીના કેસનો સૌથી મોટો આંકડો છે. સ્થિતિ કેટલી ખરાબ છે એ અંગેની માહિતી એ પરથી મેળવી શકાય છે કે વિશ્વમાં ગુરુવારે નોંધાયેલા કુલ કેસના મુદ્દે ભારત બીજા નંબરે છે.