પાલનપુર (PALANPUR) જી. ડી. મોદી કોલેજ ખાતે કોરોના RTPCR ટેસ્ટ શરૂ કરાયાઃ કોઇપણ વ્યક્તિ અહીં વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકશે:
કોરોના સંક્રમણ અટકાવવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ (GUJARAT C.M. VIJAY RUPANI) ટેસ્ટીંગ અને ટ્રેસીંગ પર ભાર મુકી કામ કરવા આરોગ્ય વિભાગને સુચના આપી છે ત્યારે
બનાસકાંઠા (BANASKANTHA) જિલ્લામાં કલેકટરશ્રી આનંદ પટેલના
નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ
પાલનપુર જી. ડી. મોદી કોલજ ખાતે
કોરોના RTPCR ટેસ્ટ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
ગઇકાલે આ કેન્દ્ર પર ૪૧ જેટલાં લોકોએ કોરોના RTPCR માટે સેમ્પલ આપ્યા હતાં. જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું છે કે,
પાલનપુર જી. ડી. મોદી કોલેજમાં શરૂ કરવામાં આવેલ કોરોના ટેસ્ટ કેન્દ્ર પર આવી કોઇપણ વ્યક્તિ વિનામૂલ્યે RTPCR ટેસ્ટ કરાવી શકે છે.
તેમણે કહ્યું કે, ગુજરાત અને રાજસ્થાનને અડતી બોર્ડરો ઉપર પોઇન્ટ બનાવીને દરેક તાલુકામાં કોરોના ટેસ્ટીંગ માટેની વ્યવસ્થા આરોગ્ય તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.
જેનો લાભ લઇ લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી સુરક્ષા સુનિશ્વિત કરે તો સંક્રમણને ફેલાતું રોકી શકાશે.