Shantishram News, Diyodar, Gujarat.
બનાસકાંઠા જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા તાલુકા પંચાયતોની
સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેનશ્રીઓને પંચાયતી રાજ અધિનિયમ અને
કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવા માટે
પાલનપુર ખાતે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વારકીબેન પારઘી અને
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીિલ ખરેએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુંન હતું.
પંચાયતી રાજ અધિનિયમ વિષય તજજ્ઞ વક્તા શ્રી પ્રો. હેમંતકુમાર શાહ દ્વારા પંચાયતી રાજ અધિનિયમની વિવિધ જોગવાઇઓ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
તથા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટે કાર્યરત જિલ્લા કચેરીઓના અધિકારીશ્રીઓ દ્વારા
યોજનાકીય માહિતીઓ તથા પ્રચાર-પ્રસારનું ઉપયોગી સાહિત્ય પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામકશ્રી એચ. આર. પરમાર,
અનુસૂચિત જાતિ નિગમના અધિકારીશ્રી બી. જી. ચૌધરી,
મદદનીશ આદિજાતિ કમિશનર કચેરીના શ્રી ભરતભાઇ માળી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ર્ડા. નરેશ મેણાત,
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા) શ્રી એચ. એસ. પરમાર,
જિલ્લા સામાજિક ન્યાય સમિતિના સભ્યશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ અધિકારીશ્રી એ. એમ. છાસીયા અને
તેમની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.
Banaskantha, Jilla Panchayat Samaj Kalyan Samiti Gujarat
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268