હાલ ગુજરાતમાં કોરોના ના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. રોજ કોરોના કેસ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકારે રાત્રી કર્ફ્યુ રાખવાનો નિર્ણય લીધો છે.
આ રાત્રી કર્ફ્યુ પ્રજાની ભલાઈ માટે રાખવામાં આવેલ છે જેના લીધે કોરોનાનું સંક્રમણ ધીમુ પડે.
પરંતુ એક એવી ઘટના સામે આવી છે જેમાં રાત્રિ કરફ્યુ ના લીધે પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે.
સુરતમાંથી કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક બાળકીનું જે ફક્ત પાંચ વર્ષની હતી. તેને સારવાર ન મળતાં મૃત્યુ થયું છે.
આ ઘટના પાંડેસરાના વાલકનગરમાંથી સામે આવી છે. જ્યાં અર્ચના નામની પાંચ વર્ષીય બાળકી પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ગઈકાલે રાત્રે અર્ચનાને ઝાડા-ઊલટી થતાં તબિયત બગડી હતી. જેના પરિણામે માતાએ પોતાની દીકરીનો જીવ બચાવવા હોસ્પિટલ સુધી દોટ મૂકી હતી.
પરંતુ બાળકીને સમયસર સારવાર ન મળતાં રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.
દીકરી ની તબિયત બગડતાં માતા તેને ઊંચકીને સિવિલ હોસ્પિટલ તરફ જાતે જ લઈ જઈ રહી હતી. પોતાના ઘરેથી અંદાજે પાંચ કિલોમીટર દૂર સોસીયો સર્કલ સુધી માતા પોતાની બાળકીને ઊંચકીને લાવી હતી.
સીવીલ હોસ્પિટલ થી માત્ર દોઢ કિલોમીટર દૂર સોસીયો સર્કલ ઉપર જ બાળકીએ પ્રાણ છોડ્યા હતા. જેના લીધે માતાને ખૂબ મોટો આઘાત લાગ્યો હતો.
જાણકારી મુજબ રાત્રે પિતા કામ પરથી પાછા આવ્યા ન હતા જેના લીધે માતાએ જ પોતાની દીકરીને ઊંચકી ને સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી.
પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે માતા પાસે મોબાઇલ ટેલિફોન ની વ્યવસ્થા ન હતી જેના લીધે તેઓ 108ને બોલાવી ના શક્યા.
રાત્રી કર્ફ્યુ ના લીધે રસ્તામાં કોઈ પણ પ્રકારનું વાહન ન મળતા માતા દ્વારા બાળકીને ઊંચકીને જ લઈ જવી પડી હતી.
બાળકી ની તબિયત સવારમાં ખૂબ જ સારી હતી પરંતુ રાત્રે અચાનક જ બાળકોને ઝાડા-ઊલટી શરૂ થઈ ગયા હતા અને બાળકી ઢળી પડી હતી.
ત્યારબાદ તેને સમયસર સારવાર ન મળતાં હોસ્પિટલ પહોંચતાં પહેલા બાળકીનું મૃત્યુ થયું હતું.