જામનગરના જામનગર જિલ્લા ના ધ્રોલ ખાતે ફરજ બજાવતા જી ઇ બી ના અધિકારી એ કરેલ ઓન લાઇન ફ્રોડ ની ફરિયાદ માં તોહમતદાર ના જામીન મંજૂર
આ કેસ ની હકીકત એમ છે કે ધ્રોલ ગમે રહેતા અને જી ઈ બી માં લાઇન ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા નરસંગભાઈ હીરાભાઈ ઝાટીયા એ જામનગર સાયબર ક્રાઇમ પોલિસ સ્ટેશન માં એવા મતલબ થી ફરિયાદ નોધાવેલ કે ગઈ તારીખ 30/12/2021 માં બપોર ના ભાગે હું મારી ઓફિસ માં હતો ત્યારે મોબાઈલ નંબર 9428724555 માં BT-YOUWEN પરથી ટેક્સ્ટ મેસેજ આવેલ જે મેસેજ માં dear sir, profit without risk investment with autotrading system and get daily 4 % 5 % of your capital for more એવું લખાણ લખેલ હતું એને તેની નીચે લીંક cutt.ly/BTWKdul 7698653705 આપેલ હતી , જે મેસેજ માં આપેલ લિંક me ખોલતા મો. ,7698653705 નું વોટ્સએપ ચેટ રૂમ ખુલી ગયેલ જેથી મે તે વોટ્સએપ નમ્બર માં મેસેજ કરેલ કે I am interested, અને બાદ મણમ તેને કોલ કરવા માટે પૂછેલ યો તેને ok નો રીપલાઈ આપતા મે તેને માં મો.9428724555 પરથી વોટ્સએપ નંબર 7698653705 માં ફોન કરેલ તો મે તેને પૂછતાં પોતાનું નામ ગુજરાતી ભાષા માં રોહિત રાજપૂત હોવાનું જણાવેલ અને પોતાની ઓળખાણ TRADESHOTFX.COM માં એજન્ટ તરીકે જણાવેલ અને થોડી વાર માં ફોન કરું છું. અને બધી વાત ડીટેલ માં સમજવું છું તેમ કરીને તેને ફોન કાપી નાખેલ .અને એક દિવસે મો.નંબર 7698653705 થી મારા મો.9428724555 પર ફોન આવેલ અને જણાવેલ કે જો તમે શેરબજાર માં ઇન્વેસ્ટમેન્ટ માં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો અમારી કંપની ફોરેક્સ કરન્સી માં કામ કરે છે.તથા રોજ ના 4% થી 5% પ્રોફીટ કે લોસ તમારા ડિમેટ એકાઉન્ટ માં બતાવશે. મને ઇન્ટરેસ્ટ લાગતા તેને મને લિંક મોકલેલ તે ખોલીને તેમાં મારી વિગતો ભરવાનું કહેલ.ત્યારબાદ તેને મોકલેલ લિંક http://tradeshotfx.com/ ખોલેલ તેમાં મારું નામ એડ્રેસ મોબાઈલ નંબર તથા મારી આધાર કાર્ડ ની ડિટેઇલ અને પાનકાર્ડ ની માહિતી ભરેલ અને સબમિટ કરેલ હતું.અને બાદ મે બધી માહિતી ભર્યા પછી મે ફરી રોહિત રાજપૂત ના ફોન નંબર 7698653705 માં ફોન કરેલ અને જણાવેલ કે મે બધી ડીટેલ ભરી નાખેલ છે તો તેને કહેલ.કે હા તમારી ડીટેલ મલી ગયેલ છે.તથા તમારું ડીમેન્ટ એકાઉન્ટ ઓપન થઈ ગયેલ છે.હવે હું તમને GSM TRADER અમારી જ ફેન્ચાઇસી છે.અને તેના માલિક મોહમ્મદ સઈદ ખતિક છે તેના એકાઉન્ટ નંબર આપી તેમાં રજીસ્ટ્રેશન ફી 750/- રૂપિયા ભરવાના રહેશે તથા હું કહી એ મુજબ ઇન્વેસ્ટ કરવાના રહેશે ,એમ કહીને ફોન કાપી નાખેલ.
બાદ વોટ્સએપ માં તેમણે મને એચડએફસી માં બેંક એકાઉન્ટ નંબર -50200062885046 આપેલ જેના ખાતા ધારક તરીકે gsm trader જણાવેલ .ત્યારબાદ મે 30/12/2021 ના રોજ રજી્ટ્રેશન ફી મારા એક્સિસ બેંક ના એકાઉન્ટ નંબર 921010026405167 થી રૂ.750 /- મે gsmtrader એચડએફસી બેંક એકાન્ટ નંબર 50200062885046 માં ફોન પે દવારા ભરેલ ,ત્યાર બાદ રોહિત ના કહેવા મુજબ ફરી એજ દિવસે મે મારા એક્સિસ્ બેંક ના એકાઉન્ટ માં થી રૂ.15000/- gsmtrader એચડએફસી બેંક માં પહેલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું .અને ફરી તેને કહ્યા મુજબ તેજ દિવસે મે મારા પત્ની પૂનમબેન નરસંગભાઈ જાટીયા માં એચડએફસીના બેંક એઇકાઉન્ટ નંબર 50100190124283 થી રૂ.10,500/- gsmtrader ના ખાતામાં બીજું ઇન્વેસ્ટમેન્ટ કરેલ હતું. આ ઉપરાંત જુદી જુદી તારીખે ફરીયાદી એ પોતાના તેમજ પોતાની પત્ની ના બેંક એકઉન્ટ માંથી GSM TRADER ના નામે તમેજ EMPIRE TRADING ના નામ તેમજ જુદા જુદા બેંક એકાઉન્ટ માં કુલ રૂપિયા. 9,19,125/- અંકે રૂપિયા નવલાખ ઓગણીસ હજાર એક્સોપચિસ ઓનલાઇન ટ્રાન્સફર કરાવેલ ત્યાર બાદ તા.27/1/2022 ના રોજ મે મારા ટ્રેડિંગ એકાઉન્ટ માંથી પૈસા ઉપાડવાની ટ્રાય કરેલ પરંતુ પૈસા ઉપાડતા ના હોવાથી મે ત્યારબાદ મે અવર નવાર રોહિત ને ફોન કરીને પુછેલ પરંતુ દર વખત મને ગોળ ગોળ વાતો કરી મને પૈસા પરત કરેલ નહીં અમુક સમય પછી તેનો ફોન બંધ થઈ ગયેલ અને વેબસાઈટ પણ બાદ થઈ ગયેલ હોય જેથી જામનગર સાયબર ક્રાઇમ પોલિસ સ્ટેશન મા IPC કલમ 406,420,120B મુજબ નો ગુનો નોંધી સાયબર ક્રાઇમ પોલિસ ઇન્સ્પેકટર શ્રી પી.પી.ઝા સાહેબ તપાસ કરી મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લા ના નવાપુર શહેર માંથી મોહમદ સઈદ ખાટીક નામના વ્યક્તિ ની ધરપકડ કરી જામનગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલ જે નામદાર કોર્ટે આરોપી ના *વકીલ હારૂન કે. પલેજા* ની દલિલો ગાહ્ય રાખી રિમાન્ડ ના મંજૂર કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ .
જેથી આરોપી મોહમદ સઈદ ખાટીક દ્વારા જામનગર જિલ્લા જેલ માંથી જામીન પર મુક્ત કરવા માટે તેમના વકીલ હારૂન કે. પલેજા દ્વારા અરજી કરેલ જે નામદાર પ્રિન્સિપાલ ડીસ્ટિકટ એન્ડ સેશન્સ કોર્ટે માં ચાલી જતાં આરોપી ના વકીલ ની દલીલ ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે રૂ.25000 ના જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરેલ.આ કામે આરોપી ના વકીલ તરીકે હારૂન કે. પલેજા, નુરમામદ ઓ. પલેજા, સકિલ ઑ. નોયડા, તથા વસીમ એમ. કુરેશી રોકાયેલ હતા.
રિપોર્ટર:-ઇલાયત જુણેજા