રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને કોલેજ-યુનિવર્સિટીમાં માસ પ્રમોશન નો નિર્ણય કર્યો છે. જોકે બંને નિર્ણય સામે વિરોધભાસ ઉભો થયો છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ ધોરણ 11માં પ્રવેશનો મામલો ગૂંચવાયો છે. આ વિશે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું ક, ધોરણ 10ની માર્કશીટ અને સરકારની ગાઈડલાઈન વિના બાળકોને ધોરણ 11માં પ્રવેશ આપવો આયોગ્ય છે. હજી સરકારે નક્કી નથી કર્યું કે ધોરણ 11માં કયા આધારે પ્રવેશ આપવો. તેમ છતાં રાજ્યમાં અનેક સ્કૂલોએ અત્યારે ધોરણ 11 માં પ્રવેશ આપવાનું શરૂ કરી દીધું છે. હાલ એવી ઉતાવળ કરવી યોગ્ય નથી. સરકારે પણ ધોરણ 11માં પ્રવેશ અને માર્કશીટ બાબતે જલ્દી સ્પષ્ટતા કરવી જોઈએ. આ વર્ષે બધા વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી વાલીઓને પણ સારી સ્કૂલ મળશે કે કેમ તેનો ડર છે. તેથી સરકારે વર્ગવધારો આપવાનો નિર્ણય ઝડપથી લઈને વાલીઓને ઉકેલ આપવો જોઈએ.
ગુજરાત રાજ્યમાં ધોરણ-12 બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. 1 જુલાઇ 2021, ગુરુવારથી યોજાશે.
બીજી તરફ, ધોરણ 10 ના માસ પ્રમોશનના નિર્ણયના કારણે સરકાર પોતે દ્વિધામાં મૂકાઇ ગઇ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધો.11માં સમાવેશ કેવી રીતે કરવો. 11 માં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં દરેક જિલ્લામાં નવા વર્ગો શરૂ કરવા પડશે. જેથી સરકાર સ્કૂલોમાં વર્ગો વધરાવા માટેની કવાયત હાથ ધરી છે.
શિક્ષણ વિભાગે 11 સભ્યોની કમિટી બનાવી છે. ધો. 9 અને 10ના અલગ અલગ વિષયની એકમ કસોટીના પર્ફોર્મન્સના આધારે 80 માર્કસમાંથી તેમજ પ્રથમ ટેસ્ટ, નોટબુક, સ્વાધ્યાયપોથીના આધારે ઇન્ટરન્લના 20 માર્કસમાંથી ગુણ આપવામાં આવશે. માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓની માર્કશીટમાં તેઓના પર્ફોર્મન્સના આધારે ગુણ આપવામાં આવશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268