ધાકડી તીર્થ મધ્યે ધ્વજારોહણ યોજાયું.
Shantishram News, Diyodar , Gujarat
વિરમગામ શંખેશ્વર હાઈવે ઉપર આવેલ શ્રી લબ્ધિધામ તીર્થ ધાકડીના આંગણે
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ દાદાના જિનાલયની
૧૧ મી સાલગીરી મહોત્સવ વૈશાખ વદ-૧૦ તા.પ/૬/ર૦ર૧ ના રોજ
શ્રી લબ્ધિગુરૂકૃપાપાત્ર
પૂ.આ.શ્રી શીલરત્નસૂરીશ્વરજી મ.સા.આદિઠાણાની
પાવનનિશ્રામાં યોજાઈ ગયો.
દીઓદર પ્રગતિનગર મધ્યે ધ્વજારોહણ યોજાયું.
સવારે સૌ ભક્તવર્ગનું આગમન બાદ દાદાની સેવા-પૂજા બાદ દાદાના અઢાર અભિષેક યોજાયેલ.
બાદમાં આશીષભાઈ શાહે સત્તરભેદી પૂજાનું વિધિ વિધાન કરાવેલ.
શુભ મુહુર્તે કાયમી ધજાના લાભાર્થી
સુરત નિવાસી શ્રાવીકા કુસુમબેન હિરાલાલ શાહ પરિવાર
મણુંદ નિવાસી જિનમતીબેન ચંદ્રકાંતભાઈ શાહ પરિવારે ધ્વજારોહણ મંત્રોચ્ચાર વચ્ચે કરાયેલ.
બાદમાં તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી માણીભદ્રવીર દાદાનો ૧૦૦૮ આહુતી સાથેનો હવન યોજાયેલ.
વાલપુરા જૈનસંઘના આંગણે સાલગીરી મહોત્સવ
ધ્વજારોહણ પ્રસંગનો કાયમી લાભ સરયુબેન પ્રવિણભાઈ શાહ પરિવારે લીધેલ.
બાદમાં ગુરૂભગવંતે શાંતિનો પાઠ કરાવેલ.
સૌને શાસનના કાર્યોમાં જાેડાઈ જવા જણાવેલ.
અને કોરોના કાળ બાદ સૌને સ્વસ્થતા ધારણ કરી શાસનના કાર્યો કરવા જણાવેલ.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268