દે.બારિયામાં મોક્ષરથની પૂજા અર્પણ વિધિ, દાતાઓનું સન્માન તથા પાઇપ લાઇન ગેસનું ડોર ટુ ડોર ગેસ કનેશનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.દેવગઢ બારિયામાં નવીન મોક્ષ રથ અને વૈકુંઠ ધામના વિકાસ કામોના દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા
દેવગઢબારિયા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત ગેસ કંપની લી. દ્વારા પાઇપલાઇન આધારિત ડોર ટુ ડોર રસોઈ ગેસ કનેક્શન આપવાનો નગરપાલિકા પ્રમુખ તેમજ એએસપીના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે નવીન અદ્યતન મોક્ષરથ તેમજ વૈકુંઠ ધામના દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
દેવગઢબરિયાના બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે પ્રમુખ ડો.ચાર્મી નીલ સોની અને એ.એસ.પી. કે. સિદ્ધાર્થના અધ્યક્ષપણામાં વૈકુંઠ ધામ ખાતે ગેસ આધારિત ભઠ્ઠી સહિતના વિકાસકામો માટે 17.50 લાખના દાતાઓ હરેશભાઈ શાહ, પુનિત શાહ અને સોહેલ શાહ યુ.એસ.એ વતીથી વિભાકરભાઈ બક્ષી તેમજ જિલ્લા વિકેન્દ્રિત જોગવાઈ અને દાતાઓના લોકફાળાથી વિકસાવેલ નવીન અદ્યતન મોક્ષના દાતાઓ રાજુભાઈ સોની, નિતેશભાઈ જયસ્વાલ, મિતેશભાઈ શાહ, અમરબાબુ જૈન, મહેશભાઈ બાલવાણી અને પપ્પુભાઈ ડબગરને શાલ, સન્માનપત્ર અને મોમેન્ટો દ્વારા સન્માનિત કરાયા હતા.
દેવગઢબારિયા નગરપાલિકા વિસ્તારોમાં ગુજરાત ગેસ કંપની લી. દ્વારા ડોર ટુ ડોર રસોઈ ગેસ કનેક્શન આપવાની ઉદ્ઘાટન વિધિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મી નીલ સોનીએ સારા વિચારોને લોકસેવામાં તબદીલ કરનારા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક મહિનામાં ગુજરાત ગેસ કંપની લી. દ્વારા ડોર ટુ ડોર રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવશે.
આવનારા સમયમાં ઘણા વિકાસના કામો આકાર પામવાના છે જેનાથી નગરજનોની સુખાકારી અને સવલતોમાં ઉત્તરોત્તર વધારો થશે. આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર, ગજેન્દ્રભાઈ પરમાર, રાજુભાઈ નાયક, શબાનાબેન મકરાણી, અંબાબેન મોહનીયા સહિતના કાઉન્સિલરો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો, સ્વયંસેવકો, સામાજિક આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.