દેશમાં વધતા કોરોનાના કેસના કારણે સોમવારે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો ઘટાડો થઈને 48,729 પર વેપાર કરી રહ્યો છે.
સેન્સેક્સમાં સામેલ 30માંથી 27 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
જેમાં બજાજ ફાઈનાન્સ, SBI અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર સૌથી વધારે 5-5%થી વધારે ઘટ્યા છે.
આ પહેલાં 26 માર્ચે સેન્સેક્સ 49 બજારથી નીચે આવ્યો હતો.
નિફ્ટી પણ 337 અંક ઘટીને 14,529 પર વેપાર કરી રહ્યો છે.
રોકાણકારો સૌથી વધારે વેચવાલી બેન્કિંગ શેરોમાં કરી રહ્યા છે.
નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 1331 અંક એટલે કે 3.9% નીચે 32,526.35 આવી ગયો છે.
આ જ રીતે ઓટો ઈન્ડેક્સ 2.9% અને મેટલ ઈન્ડેક્સ 1.3% નીચે આવી ગયો છે.
1822 શેર ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે, માર્કેટ કેપ 3.9 લાખ કરોડ રૂપિયા ઘટી
BSE પર 2,688 શેરમાં વેપાર થઈ રહ્યો છે.
703 શેર વધારા સાથે અને 1,822 શેર ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.
તેમાં 206 શેરમાં લોઅર સર્કિટ લાગી છે.
એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 203.38 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
જે 1 એપ્રિલે 207.25 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
દેશમાં રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા સંક્રમિત મળ્યા છે.
આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે.
આ પહેલાં 16 સપ્ટેમ્બર 97,860 નવા દર્દી મળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477ના મોત થયા છે.
દેશમાં રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા સંક્રમિત મળ્યા છે.
આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે.
આ પહેલાં 16 સપ્ટેમ્બર 97,860 નવા દર્દી મળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477ના મોત થયા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મોરેટોરિયમની સુવિધા લેનાર કોઈ પણ લોન પર વ્યાજનું વ્યાજ વસુલી શકાશે નહીં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સરકારી બેન્કો (PSBs) પર 1800થી 2000 કરોડ રૂપિયાનો બોજો પડશે.