દીઓદર પંથકમાં ઓક્સિજનની અછત નિવારવા ધારાસભ્યશ્રી શિવાભાઈ ભૂરીયાની માંગ
દીઓદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાએ
આજરોજ દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ જાણકારી મેળવેલ
અહીં વારં વાર ઓક્સિજન ખલાસ થઈ જાય છે.
જેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં છે.
પાલનપુર-ચંડીસર ઓક્સિજન ભરવા જતાં વાહનોને ત્યાં ભારે હાલાકી વેઠવી પડે છે.
તેમજ કેટલીક વાર ૧૧-૧ર કલાક બેસી રહે
તો પણ ઓક્સિજન મળતો નથી.
જેના કારણે અહીં દર્દીઓ નાજુક સ્થિતિ સર્જાવા પામી છે.
દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના
અધિક્ષક ર્ડા. બ્રિજેશ વ્યાસ
તથા
મેડીકલ ઓફીસર ર્ડા.રાઠોડ તેમજ
ર્ડા.મેવાડા આદીની ટીમની
વ્યુહરચનાના કારણે દર્દીઓ
થોડી ઘણી રાહત મેળવી શકે છે.
બાકી ઓક્સિજનની અસુવિદ્યાના કારણે પ્રજા પરેશાન છે.
આ બાબતે જીલ્લાના અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરવામાં આવે છે.
ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા દ્વારા આ પંથકમાં નાનામાં નાના માનવી દવાથી વંચીત રહી ન જાય
તે માટેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા દ્વારા
આદર્શ હાઈસ્કુલમાં
ઓક્સિજનની સુવીદ્યા સુહ
કોવિડ સેન્ટર શરૂ કરવાની માગણી કરાઈ છે.
છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી.
આ પંથકમાં અનેક લોકો ઓક્સિજન વગર જીવ ગુમાવી રહ્યા છે.
વધુ વાંચો
દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા ઓક્સીજનના ૧૦ બાટલા તથા ૪ ઓક્સિજન ફ્લો મશીન અર્પણ
કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરતા કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં આજદિન સુધી કોરોનાની નો એન્ટ્રી