દીઓદર ખાતે ગુજરાત એસ.ટીના મૃતક કર્મચારીઓને શ્રધ્ધાંજલી અપાઈ GSRTC:
કોરોનાની COVID-19 મહામારીમાં મુસાફર જનતાની સેવા માટે ગુજરાત એસ.ટી.વિભાગની GSRTC બસોમાં
ફરજ બજાવતા પાલનપુર ડીવીઝનના ૧પ જેટલા કર્મચારીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.
આ પ્રાણ ગુમાવનાર એસ.ટી.વિભાગના કર્મચારીઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માટે
દીઓદર એસ.ટી.ડેપો ખાતે એસ.ટી.ના ત્રણેય યુનીયનના પદાધિકારીઓ
સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે ઉપસ્થિત રહેલ. અને
મૃતકના કર્મચારીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.
સાથે સાથે
ગુજરાત સરકાર પાસે માગણી કરેલ કેે
કોરોના મહામારીમાં ફ્રન્ટ લાઈન વર્કર તરીકે
સેવા આપતા કર્મચારીઓમાં
“કોરોના વોરિયર્સ”
જાહેર કરવામાં આવે અને
કોરોના વોરીયર્સ તરીકે મળવાપાત્ર
લાભો મંજુર કરવા માગણી કરેલ.
આ પ્રસંગે ભારતીય મજદુર સંઘ ગુજરાત પ્રદેશના ઉપ પ્રમુખ મહેશભાઈ સોલંકી,
પાલનપુર ડીવીઝન મજદુર મહાસંઘના ઉપ પ્રમુખ એલ.ડી.વાઘેલા તથા
કર્મચારી મંડળના દીઓદર ડેપોના યુનીટમંત્રી એ.કે.પરમાર,
ટી.આઈ.એસ.આર.ઠક્કર,
એ.ટી.આઈ.એમ.કે.બાડમેરા (સોની) આદિ સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ
સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમ ડિજિટલી વસૂલવા માટે 50 જેટલા સ્વાઈપ મશીનોનો થશે ઉપયોગ
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268