દીઓદર કોવીડ કેર સેન્ટરમાં
જૈન સમાજ દ્વારા
ઓક્સીજનના ૧૦ બાટલા તથા
૪ ઓક્સિજન ફ્લો મશીન અર્પણ:
દીઓદર પંથકમાં કોરોનાની ભયંકર મહામારીમાં પ્રતિદીન
અનેક નાનાં-મોટાં લોકો ઓક્સિજનના અભાવે જીવો ગુમાવી રહ્યા છે.
દીઓદરમાં એકમાત્ર રેફરલ હોસ્પીટલમાં અગાઉ
પાંચ જેટલી ઓક્સીજન સાથેની બેડની સુવિદ્યા કરાયેલ.
જે એકદમ ઓછી પડવા પામી રહી છે.
દીઓદર પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ૪૦ થી પ૦ જેટલા વ્યક્તિઓએ
ઓક્સિજનના અભાવે જીવ ગુમાવતા હોવાનું સંભળાય છે.
રેફરલમાં સારવાર માટે આવતા ગરીબ પ્રજાજનો દયનીય સ્થિતિમાં છે.
પાછળથી જે બાબતે દીઓદરના અધિક્ષક ર્ડા.બ્રિજેશ વ્યાસે દીઓદર જૈનસમાજનું ધ્યાન દોરતાં
દીઓદર જૈન સમાજ દ્વારા
દસ નવીન ઓક્સિજનના બાટલા તથા
ચાર જેટલા ઓક્સિજન ફ્લો મશીન
રેફરલ હોસ્પીટલમાં અર્પણ કરવામાં આવેલ.
જેથી રેફરલ હોસ્પીટલમાં પાંચના બદલે ૧૦ ઓક્સિજન સાથેના બેડની સુવિદ્યા કરવામાં આવેલ.
ર્ડા.મેવાડા તથા ર્ડા. પ્રતિકભાઈ રાઠોડ આદિ ટીમ સુંદર સેવાઓ આપી રહ્યા છે.
દીઓદર જૈનસમાજ દ્વારા દીઓદર હોસ્પીટલમાં હજુ પાંચ જેટલા વધુ ઓક્સીજનની બોટલોની સુવિદ્યા વધે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે.
જૈન સમાજના અગ્રણી સુરેશભાઈ શાહ લાટીવાળા,
ટ્રસ્ટી જયંતિલાલ બી, દોશી, અનિલભાઈ દોશી,
પ્રદીપ શાહ, રાજુભાઇ શાહ
તેમજ અમદાવાદ થી ઑક્સીજનના બાટલા સપ્લાયનું
સુંદર આયોજન તુષારભાઈ કીર્તિલાલ શાહ લાટીવાળા આદિ ગોઠવી રહ્યા છે
જૈનસમાજ દ્વારા ટહેલ મુકાતાં ૧ બોટલના રૂા.૧પ૦૦૦/- લેખે
બે બોટલ દોશી કંચનબેન વીનોદકુમાર દોશી,
ર બોટલ રીટાબેન જયેશકુમાર હિરાલાલ દેસાઈ,
એક બોટલ દોશી જયંતિલાલ બાપુલાલ,
૧ સુરેશભાઈ એલ.શાહ (લાટીવાળા),
૧ કનુભાઈ એફ દોશી,
૧ દોશી રસિલાબેન કિર્તીલાલ દોશી, શેઠ કાંતાબેન બાલચંદભાઈ પરિવાર,
૧ બોટલ દોશી નવીનકુમાર નટવરલાલ,
૧ બોટલ કિર્તીલાલ એલ.શાહ (લાટીવાળા),
૧ બોટલ દોશી રજનીભાઈ બાપુલાલ,
૧ બોટલ મહેતા ડોહજીભાઈ હેમજીભાઈ પરિવારે નોધાવતાં
તેમજ તથા રૂા.પ૦૦૦/- લેખે
શૈલેષ કે.શાહ (સી.કે.), અશોકુમાર બાબુલાલ કીકાણી,
એકસદગ્રહસ્થ તરફથી, લલીતભાઈ વાડીલાલ સાંડસા,
બચુભાઈ જેચંદલાલ મહેતા, ફોજલાલ છોટાલાલ કોઠારી (રૈયા),
ફોફાણી જયંતિલાલ હિમંતલાલ એ નોધાવેલ
હજુ પણ અનેક પરિવારો લાભ લઈ રહ્યા છે.
વધુ વાંચો
કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરતા કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં આજદિન સુધી કોરોનાની નો એન્ટ્રી