દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા કુલ ૨૦ ઓક્સીજનના બાટલા તથા ૯ ઓક્સિજન ફ્લો મીટર અર્પણ
દીઓદર પંથકમાં કોરોનાની ભયંકર મહામારીમાં પ્રતિદીન
અનેક નાનાં-મોટાં લોકો ઓક્સિજનના અભાવે જીવો ગુમાવી રહ્યા છે.
દીઓદરમાં એકમાત્ર રેફરલ હોસ્પીટલમાં અગાઉ
પાંચ જેટલી ઓક્સીજન સાથેની બેડની સુવિદ્યા કરાયેલ
જેમાં જૈન સમાજ દ્વારા ઉમેરો કરતાં ટોટલ ૧૭ જેટલાં બેડની વ્યવસ્થા કરાઇ
પણ હજુ વધુ જરુર લગતા
જૈન સમાજ દ્વારા બીજા ઓક્સિજનના બાટલા તથા ઓક્સિજન ફ્લો મીટર અને ૨ સ્પાયરો મીટર ની વ્યવસ્થા કરવામાં આવી
જેના કારણે હવે
કુલ 20 ઓક્સિજનના બાટલા તથા
૯ ઓક્સિજન ફ્લો મીટર અને
૨ સ્પાયરો મીટરની વ્યવસ્થા
જૈન સમાજ દ્વારા કરવામાં આવી.
દીઓદર પંથકમાં ૪-૦૫-૨૦૨૧ ના રોજ એક જ દિવસમાં ૩૫ જેટલા વ્યક્તિઓએ
ઓક્સિજનના અભાવે જીવ ગુમાવતા હોવાનું સંભળાય છે.
રેફરલમાં સારવાર માટે આવતા ગરીબ પ્રજાજનો દયનીય સ્થિતિમાં છે.
દીઓદરના અધિક્ષક ર્ડા.બ્રિજેશ વ્યાસ, ર્ડા.મેવાડા તથા ર્ડા. પ્રતિકભાઈ રાઠોડ આદિ ટીમ સુંદર સેવાઓ આપી રહ્યા છે.
દીઓદર જૈન સમાજ દ્વારા દીઓદર હોસ્પીટલમાં
હજુ વધુ ઓક્સીજનની બોટલોની સુવિદ્યા વધે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે.
વધુ વાંચો