દીઓદરમાં જનસેવાગૃપ દ્વારા આદર્શ હાઈસ્કુલમાં માનવતાનો સેવાયજ્ઞ:
કોરોનાની મહમારીમાં એકસમય દીઓદર પંથકમાં ટપોટપ માનવમૃત્યુ થવા લાગ્યા.
ચારે તરફ ઓક્સિજન ખુટી પડ્યાની બુમો સંભળાઈ તેવા સમયે
દીઓદર ધારાસભ્ય શ્રી શીવાભાઈ ભુરીયાએ આદર્શ હાઈસ્કુલમાં ઓક્સિજનની સુવિધા સાથે બેડ દર્દીઓને
જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ દવા અહીં મળી રહે તેવી
નિઃશુલ્ક સેવા શરૂ કરવાનો દ્રઢ સંકલ્પ કરી સાથી મિત્રોને આહવાન કરેલ.
તાત્કાલીક રપ જેટલા ઓક્સિજનની બોટલો મેળવવા પૈસા ભરાવી દીધા.
બાદમાં આદર્શ હાઈસ્કુલના આંગણે માનવસેવાના નિઃશુલ્ક સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો.
દીઓદરના પૂર્વ ધારાસભ્યશ્રી અનિલભાઈ માળી, દીઓદરના એડવોકેટ બી.કે.જાેષી,
ભરતભાઈ ઠાકોર (ક્ષત્રીયસેના) આદિની ટીમ દ્વારા ડોક્ટરોનો સથવારો મેળવી
જનસેવા ગૃપ દીઓદરના નેજા હેઠળ જનસેવા કોવિડકેર આઈસોલેશન સેન્ટરનો પ્રારંભ કરેલ.
આ જનસેવા સેન્ટરમાં દીઓદરના ર્ડા.પ્રદીપભાઈ મહેશ્વરી,
દીઓદર તાલુકાના વડીયાના વતની અને અમદાવાદ મધ્યે સેવા આપતા ર્ડા.ભરતભાઈ માળી તથા
દીઓદરમાં ફોજદાર સાહેબનું ઉપનામ ધરાવતા માળી “જેરૂપબા”ના પરિવારના
પાંચ તબીબ સંતાનોના સથવારે કોરોના ગ્રસ્તોની સેવામાં રાત-દિવસ જાેયા વિના
સેવાકીય મિત્રો થકી સુંદર સેવા કરી.
દીઓદરમાં જેરૂપજી માળી પરિવારના
દીઓદરમાં સરપંચ તરીકે સેવા આપી આપી ચુકેલ કે.પી.માળીના
પુત્ર ર્ડા.જીગર કે.માળી (જે ફીલીપાઈન્સમાં M.B.B.S. કરે છે.) પુત્રી ર્ડા.ફેનાલી કે.માળી (જે જયપુરમાં B.A.M.S. કરે છે.)
બંન્ને ભાઈ-બહેનો પિતાના માર્ગદર્શન થી સૌની સેવામાં જાેડાયેલ
જેમને સાથ આપ્યો કાકા પોપટલાલ માળી પુત્ર ર્ડા.રવિ માળી (જે B.A.M.S.કરે છે.) તેમજ
દીઓદરના પૂર્વ ધારાસભ્યશ્રી અનિલભાઈ માળીની
પુત્રી ર્ડા.દીપાલી (જે B.H.M.S. માં અભ્યાસ કરે છે.) તથા
નરસીહભાઈ માળી ના પુત્ર ર્ડા. રાજુ માળી (જે B.H.M.S. માં અભ્યાસ કરે છે.) આદિ કોરોનાની મહામારીના પગલે પરીક્ષા મોકુફ રહેતા
વતન આવેલા પાંચેય માળી પરિવારના સંતાનોએ
પિતા પૂર્વ ધારાસભ્યશ્રી અનિલભાઈ માળી તથા
પૂર્વ સરપંચ કે.પી.માળીની સેવાકીય સુગંધને બધુ બુલંદ બનાવવા
ધારાસભ્ય શીવાભાઈ ભુરીયાની પ્રજાની સેવા કરવાની તમન્નાને સાકાર કરવા
નિઃશુલ્ક તબીબી સેવા આપી પરિવારને ગૌરવવંતો કરી રહ્યા છે.
કોરોનાની મહામારીમાં જનસેવા કેન્દ્રમાં માળી પરિવાર ઉપરાંત
અનેક ડોક્ટરોની ટીમે નિઃશુલ્ક ભાવે સેવા આપી છે.
જેમાં ર્ડા.સોનીયા અશોકકુમાર ઠાકોર,દીઓદર(બી.એચ.એમ.એસ.કલોલ) એ વતનમાં સુંદર સેવા આપી છે.
ર્ડા.ભાર્ગવ એચ.ચૌધરી(ચગવાડા), અલકા સી.ચૌધરી (ભેસાણા),
ચેલાભાઈ આર.ચૌધરી કોટડા(ફો.), આદિ ટીમે પોતાના વતનમાં ફરજ બજાવી
વતનના ઋણ મુક્ત થવાનો યશસ્વી પ્રયાસ કરેલ.
દીઓદરમાં બીજી ૧૦૮ એમ્બુલન્સનું લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા
આદર્શ હાઈસ્કુલ અને જનસેવા ગૃપમાં અનેક સેવાભાવી નાના-મોટા
કાર્યકરો સેવા આપી રહ્યા છે જે અનુમોદનીય છે.
સંસ્થા દ્વારા દર્દીઓને જરૂરીયાત મુજબ ભોજન, નાસ્તો, ફ્રુટ આદિ તમામ સુવિદ્યાઓ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.
ત્યારે ઉદારતા દાખવી સંસ્થામાં દાનનો પ્રવાહ પણ શરૂ કરાયો છે.
દર્દમાં સાજા થનાર દર્દીઓને ફુલના વધામણા સહ રજા અપાયેલ.
દીઓદર ખાતે ગુજરાત એસ.ટીના મૃતક કર્મચારીઓને શ્રધ્ધાંજલી અપાઈ GSRTC
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268