દિવમાં કારની ઠોકરે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત
કાર ચાલકે જ છાત્રને હોસ્પિટલે ખસેડ્યો
અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે જેને લઇએ પોલીસ પ્રશાસન પણ ખડે પગે રહીને કામ કરી રહી છે
થઈ અકસ્માત કરનાર ગાડીના ચાલકે તાત્કાલીક વિદ્યાર્થીને દીવ સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડેલ વિદ્યાર્થી ખુશાલને પગમાં ઈજા થતા વધુ સારવાર માટે ઉના ખસેડેલ છે. કેસની તપાસ એએસઆઈ મોહન સોલંકી કરી રહેલ છે.
દીવમાં સવારે હેન્ડીક્રાફ્ટ વિદ્યાલય પાસે ફોર વ્હીલ ચાલકે કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી ખુશાલ પરેશ મકવાણા (ઉ.વ.૧૨)ને રોંગ સાઈડના રસ્તા પર હડફેટે લેતા વિદ્યાર્થીને પગમાં ઈજા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીપરા સર્કલથી કેન્દ્રીય વિદ્યાલય સુધીનો એક સાઈડનો માર્ગ ખુબ જ ખરાબ હાલતમાં હોય જેથી દરેક વાહન ચાલકો ના છૂટકે રોંગ સાઈડના સારા માર્ગનો જ ઉપયોગ કરે છે. જેના કારણે જ આ માર્ગ ઉપર સતત અકસ્માતો સર્જાય ચે. એક સપ્તાહ પહેલા પણ એક દુ:ખદ ઘટના બનેલ દીવ પ્રશાસન આ માર્ગ જલ્દી રિપેર નહીં કરે તો હજુ નિર્દોષ લોકો દુર્ઘટનાનો ભોગ બનશે તે નિશ્ચિત છે.