Shantishram news, diyodar, gujarat
દીઓદર તાલુકાના દેલવાડા ગામે દેલવાડીયા પરિવારના કુળદેવી શ્રીવારાહી માતાનો પૂનઃ પ્રાણપતિષ્ઠા મહોત્સવ તા.૧૩ થી ૧પ ઓક્ટોમ્બર સુધી યોજાઈ ગયો.
દેલવાડા ગામે શીવજી પરિવારના સંકુલમાં પરિવારના કુળદેવી ની પ્રતિષ્ઠા થયેલ ન હોઈ પ્રતિમાનું ભવ્ય માન સન્માન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવેલ.
યોજાયેલા મહોત્સવના પ્રથમ દિવસ તા.૧૩ ના રોજ જલયાત્રા, અગ્નિસ્થાપન, મંડપ પ્રવેશ સહ સ્થાપના આદિ થયેલ. તા.૧૪ ના રોજ હોમન્યાસ પૂજન,આરતી થયેલ. તા.૧પ ના રોજ અંતિમ દિવસે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળેલ જે દેલવાડા ગામમાં પ્રદક્ષિણા કરેલ.
સૌએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવેલ. બાદમાં ઉભા કરાયેલા વિશાળ મંડપમાં વાસ્તુપૂજન યજ્ઞ યોજાયેલ તેમજ લાભાર્થી પરિવારો દ્વારા માતાજી ની તથા અન્ય પ્રતિષ્ઠાઓ થયેલ.
આ પાવન અવસરે સૌ ભાવિકોને આર્શીવચન પાઠવવા શ્રી ગૌધામ પથમેડાના મહંતશ્રી દત્તશરણાનંદજી મહારાજ, શ્યામસ્વરૂપજી મહારાજ(ઉંડાઈ), શ્રી વાલજી મહારાજ રાંટીલા,
શ્રી સણાદર આશ્રમના મહંતશ્રી અંકુશગીરી મહારાજ આદિ સંતો-મહંતો ઉપસ્થિત રહેલ.
પાવન અવસરે દીઓદર, કાંકરેજ પંથકના રાજકીય મહાનુભાવો,શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ.
સમસ્ત બ્રહ્મ સમાજના પાંચ પરગણાને આમંત્રણ અપાયેલ જેથી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવેલ.
મહોત્સવ દરમ્યાન ત્રણેય દિવસ ભોજન પ્રસાદની સમગ્ર દેલવાડા ગામ સહ પધારેલા મહેમાનો માટે કરાયેલ ગામના યુવાનો, વડીલોએ સુંદર આયોજન કરી ગામના આ પાવન અવસરને દીપાવેલ.
ભોજન પ્રસાદમાં અલાયદી સ્ત્રી, પુરૂષોની અલગ, અલગ વિશાળ સવલતો કરાયેલ.
યજ્ઞમાં શાસ્ત્રી રમેશભાઈ જોષી અને તેમની ટીમે સુંદર વિધિ-વિધાન કરાવેલ. વિવિધ પૂજા-પૂજનો થયેલ.
દેલવાડા ગામે સુંદર એક્તા દર્શાવી ગામના આ અમૂલ્ય પ્રતિષ્ઠા મહોત્સવને દિપાવેલ…
પધારેલ સૌને આયોજકો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.
Delvada, diyodar, banaskantha, Gujarat, shree varahi mataji, pratistha mahotvas
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268