Shantishram News, Diyodar, Gujarat.
તાજેતરમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત ના નવિન હોદ્દેદારો ની વરણી કરવામાં આવેલ
જેમાં દીઓદર નગરશેઠ પરિવાર ના અને
દીઓદર જૈન સંઘના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ મહેતા ના જયેષ્ઠ પુત્ર
તુષારભાઈ મહેતાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
જયારે…મહામંત્રી તરીકે રાજુભાઈ મહેતા, વરીષ્ઠ સંગઠન મંત્રી તરીકે આશિષભાઈ મરડીયા, ઉપાધ્યક્ષ મનીષભાઈ શાહ,
મંત્રી મલયભાઈ મણિયાર, ખજાનચી ભાવિકભાઈ ડી. શાહ ની વરણી કરવામાં આવી.
શ્રી ઉમરા જૈન મિત્ર મંડળ ના પ્રમુખ, સત્તરગામ સમાજ નું ગૌરવ, મહેતા પરીવાર નુ ગૌરવ
જીવદયા પ્રેમી સનિસ્ટ કાર્યકર્તા
શ્રી તુષારભાઈ મહેન્દ્રભાઈ મહેતા
સુરત શહેરમાં અનેક જૈન સંસ્થાઓ, સંઘોમાં સેવાઓ આપી રહ્યા છે.
તેઓ યુવક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિરવ શાહ આદી સાથે મળી સુંદર શાસન પ્રભાવનાના કાયૉ કરી રહ્યા છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268