દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પશુપાલનમાં કૃત્રિમ બીજદાનનું મહત્વ વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમ યોજાઇ:
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ ચાલતી
“નોલેજ ડીસેમીનેશન થ્રુ ડીસ્ટન્સ લર્નીગ”
યોજના અંતર્ગત પશુપાલનમાં કૃત્રિમ બીજદાનનું મહત્વ વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમનું આયોજન યુ-ટયુબના માધ્યમથી કરવામાં આવ્યું હતું.
તેમાં કુલ મળી ૧૧૨ ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.
તાલીમની શરૂઆતમાં શ્રી એસ. એમ. પટેલ, મદદનીશ પ્રાધ્યાપકશ્રીએ સૌને આવકારી તાલીમનું મહત્વ સમજાવ્યું હતું.
ભારત કૃષિ પ્રધાન દેશ છે.
જેમાં આશરે ૬૫ % થી વધુ વસ્તી ગામડાઓમાં રહે છે.
જેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.
આપણા દેશમાં પશુધનની સરખામણીએ પશુદીઠ દૂધ ઉત્પાદન અન્ય દેશોની સરખામણીએ ઓછુ છે.
જેનું એક કારણ પશુ સંવર્ધન પ્રત્યે પશુપાલકોની બીનકાળજી છે.
આપણા દેશમાં ૧૯ મી પશુધન ગણતરી વર્ષ ૨૦૧૯માં કરવામાં આવી હતી.
આપણા દેશમાં કુલ ૫૩૫ મિલિયન પાલતુ પશુઓ છે.
જેમાંથી ગુજરાત રાજય ૨૬ મિલિયન પાલતુ પશુઓ સાથે ૧૦માં ક્રમે આવે છે.
કૃત્રિમ બીજદાન થકી સારી ઓલાદના સાંઢ/ પાડાના વીર્યના ડોઝ બનાવી ઘણા બધા પશુઓને ફેળવી સારી ઉચ્ચ ગુણવત્તાયુકત સંતતિ (વાછરડાં/પાડી) મેળવી શકાય છે.
જેનાથી વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. પશુ સંશોધનમાં પણ સતત નવા નવા સંશોધનો થતા રહે છે.
આવું જ એક સંશોધન
પધ્ધતિથી આવનાર નવી ઓલાદ માદા એટલે કે વાછરડી/ પાડી આવે તે પ્રકારની છે.
ગુજરાત સરકાર દ્વારા આ પધ્ધતિનો સૌ પ્રથમ પરિક્ષણ અમરેલી જિલ્લામાં કરવામાં આવ્યું હતું.
જેની અંદર ૨૪૯૪ કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યાં હતાં. આ પધ્ધતિથી જન્મેલ ૬૨૬ બચ્ચાંઓમાં ૫૫૭ માદા બચ્ચાં હતાં એટલે કે ૮૯ % સફળતાની ટકાવારી મળી.
ત્યારબાદ તાલીમમાં ર્ડા. બી. એસ. રાઠોડ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, પશુ સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગરે પશુપાલનમાં કૃત્રિમ બીજદાન વિષય પર ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો જેવા કે,
કૃત્રિમ બીજદાન એટલે શું ?
એમાં ખાસ કરીને કૃત્રિમ શું છે ?
આ પધ્ધતિથી ગાયો ગાંભણ ઓછી થાય છે બચ્ચાં સારા આવતા નથી વગેરે પ્રશ્નોના નિરાકરણ સાથે સાથે આ પધ્ધતિથી પશુઓની ઓલાદ સુધારણા, કૃત્રિમ બીજદાન પધ્ધતિનો ફાળો અને કૃત્રિમ બીજદાનનો ઈતિહાસ,
આ પધ્ધતિમાં નર/ આખલા/ પાડાનું મહત્વ, આ પધ્ધતિથી થતા વિવિધ ફાયદાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ પધ્ધતિથી પશુ સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર ખાતે થયેલી ઓલાદ સુધારણાના દ્રષ્ટાંત પણ આપવામાં આવ્યાં હતાં. જેથી ખેડૂતો આ પધ્ધતિ અપનાવવા માટે પ્રેરિત થાય છે.
તાલીમના અંતમાં ર્ડા. જે. કે. પટેલ, તાલીમ સહાયક, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીએ સૌનો આભાર માની તાલીમ પુર્ણ જાહેર કરી હતી.
તાલીમનું સફળ આયોજન શ્રી એસ. એમ. પટેલ, મદદનીશ પ્રાધ્યાપકઅને યોજનામાં કામગીરી કરતા એસ. આર. એફ.શ્રી કેતન ઠાકોર, ર્ડા. હાર્દિક ડોડિયા અને તેજસ લિમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ જણાવ્યું હતું.